-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
જસદણના વીરપર ગામમાં તબીબ મેહુલભાઇ જાગરાણાના મકાનમાં ૧.૮૧ લાખની ચોરી
તબીબ પરિવાર ચોટીલાના રાજપરા ગામે બહેનના ઘરે ધાર્મિક પ્રસંગમાં ગયાને તસ્કરો હાથફેરો કરી ગયા
રાજકોટ, તા.૨: જસદણના વિસ્તાર ગામમાં સ્મશાનની સામે રહેતા તબીબના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ તથા દાગીના મળી રૂ.૧,૮૧,૫૦૦ની મતા ચોરી જતા ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ વિરપર ગામમાં રહેતા તબીબ મેહુલભાઇ ગેલાભાઇ જાગરાણા (ઉ.વ.૩૨) ઍ ભાડલા પોલીસ મથકમાં નોîધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે પોતે ભાડલા ખાતે સત્યમ હોસ્પિટલ ચલાવે છે ગત તા.૩૧ના રોજ પોતે પરિવાર સાથે મકાનને તાળુ મારી ચોટીલાના રાજપરા ગામમાં રહેતા બહેનના ઘરે ધાર્મિક પ્રસંગમાં ગયા હતા બપોરે હોસ્પિટલે જવાનુ હોઇ જેથી પોતે અને હોસ્પિટલમાં કામ કરતો રાયધનભાઇ સોલંકી બંને પોતાની કાર લઇને ભાડલા પોતાની હોસ્પિટલે ગયા હતા. માતા-પિતા સહિતના પરિવારજનો રાજપરા બહેનના ઘરે રોકાઇ ગયા હતા. થોડીવાર બાદ પોતાના મોબાઇલમાં પિતાનો ફોન આવતા તેણે જણાવેલ કે, ‘ઘરે ચોરી થયેલ છે, તુરંત ઘરે જા’ તેમ કહેતા પોતે વિરપર પોતાના ઘરે જતા દરવાજાનું તાળુ તુટેલુ અને અંદર સામાન વેરવીખેર જાવા મળ્યો હતો. તપાસ કરતા રોકડ અને દાગીના મળી રૂ.૧,૮૧,૫૦૦ની મતા જાવા ન મળતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી બાદ પોતે પોલીસમાં જાણ કરતા ભાડલા પોલીસે સ્થળ પર પહોîચી તબીબ મેહુલભાઇ જાગરાણાની ફરીયાદ દાખલ કરી પી.ઍસ. આઇ.આર.ઍસ. સાંકળીયાઍ તપાસ હાથ ધરી છે.