Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

પોરબંદરમાં લાલબત્તીવાળા મામાદેવ ટ્રસ્ટના સેવકો દ્વારા ગરીબ બાળકોને ચંપલ કપડાનુ વિતરણ

પોરબંદર,તા.૨: મજૂર વિસ્તારમાં બાળકોની દિવાળી સુધારવા લાલબત્તી વાળા મામાદેવ ટ્રસ્ટના સેવકોએગરીબ બાળકોને ફટાકડા, ચંપલ, કપડા, કટલેરી અને નાસ્તો કરાવ્યો હતો.

મજુર વિસ્તારમાં લાલબત્તી વાળા મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ બાળકો દિવાળીનો તહેવાર ઉલ્લાસ ભેર ઉજવી શકે તે માટે  નાના બાળકોને કપડાનું  વિતરણ ચંપલનુ વિતરણ ફટાકડાનુ વિતરણ અને નાની બાલિકાઓ માટે કટલેરીનું વિતરણ કરી અને મજાનો નાસ્તો કરાવવામાં  આવ્યો હતો. લાલબત્તી વાળા મામાદેવ  ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાના કાર્ય કરવામાં આવે છે. માનવસેવા એ  જ પ્રભુની સેવાના મંત્ર સાથે લાલબત્તી વાળા મામાદેવ ચેરિટેબલ ટ્રસ્ટના સેવકો કામ કરી રહ્યા છે. નાના માણસનો આધાર એટલે  લાલબત્તી વાળા મામાદેવ ચેરીટેબલ ઝુંપડપટ્ટી  વિસ્તાર અને મજૂર વિસ્તારમાં કપડાનું વિતરણ કરાયુ દિવાળીના તહેવારમાં બાળકો નવા કપડા પહેરી શકે તેવું વિતરણ કરવામાં આવ્યુ હતું.

(1:22 pm IST)