Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

જૂનાગઢમાં દિકરાને સ્‍કૂલે મુકવા જતી પરિણીતાનો પીછો કરી છેડતી

(વિનુ જોશી) જૂનાગઢ,તા. ૨ : જૂનાગઢમાં કંકાસા ગામનાં શખ્‍સે દિકરાને સ્‍કૂલે મુકવા જતી પરિણીતાનો પીછો કરી છેડતી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

જૂનાગઢના ટીંબાવાડી વિસ્‍તારમાં રહેતી ૨૭ વર્ષીય પરિણીતા તેના દિકરાને સ્‍કૂલે મુકવા માટે જતી હોય ત્‍યારે કેશોદ તાલુકાનાં કંકાસ ગામનો લખન કરમટા નામનો શખ્‍સ પીછો કરી ઇશારા કરતો હતો. એટલુ જ નહિ આ ઇસમે તેના મોબાઇલ નંબરની ચિઠ્ઠી આપી અને બે વાર પરિણીતાને ફોન કરી છેડતી કરી હતી.

તા.૧લી જૂનથી ૧૬ ઓકટોબર સુધી કંકાસાના લખને છેડતી કરતા આખરે ગઇ કાલે રાત્રે પરિણીતાએ ફરિયાદ કરતા સી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પોલીસ જમાદાર વી.એન.ડાંગરે ચલાવી રહ્યા છે.

(1:31 pm IST)