Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

પોરબંદર જીલ્લામાં ગત માસમાં ખનીજ ચોરીના ૬ કેસોમાં ૧૩.૬૦ લાખનો દંડ વસુલીની નોટીસો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર,  તા., ૨: જીલ્લામાં ગત ઓકટોબર માસમાં ખનીજ ચોરીના ૬ કેસોમાં ૧૩.૬૦ લાખનો દંડ વસુલવા માટે ખનીજ વિભાગ દ્વારા અલગ-અલગ નોટીસો ફટકારવામાં આવી છે. આ પહેલા ખનીજ ચોરીના ૧૨ કેસોમાં ૩ર.૭૩ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

ગત ઓકટોબર માસમાં ગેરકાયદે ખાણ અંગે ખનીજ દરોડા કુછડી, નાગકા, બળેજ, મીયાણી, ઓડદરમાં પાડવામાં આવ્યા હતા. જે સંબંધે અલગ અલગ ૧પ થી વધુ વ્યકિતઓને ખનીજ ચોરી અંગે દંડ વસુલી માટે નોટીસો ફટકારવામાં આવી છે. કેટલીક ગેરકાયદે ખનીજ ખાણોમાં બિનવારસુ પથ્થર કટીંગ મશીનો, ચકરડી, ટ્રેકટર, જનરેટર વગેરે  મળી આવતા ખનીજ વિભાગે સીઝ કરીને આવો લાખોનો મુદામાલ મીયાણી મરીન પોલીસ સ્ટેશન તથા નવી બંદર મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

(1:31 pm IST)