Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

શાપર-વેરાવળમાં જુગાર રમતા છ પકડાયા

રાજકોટ,તા. ૨ : શાપર-વેરાવળ પોલીસે જુગાર રમતા ૬ શખ્સોને ઝડપી લીધા હતા.

શાપર (વે.)પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. એસ.જે.રાણાની રાહબરી હેઠળ સ્ટાફના માણસો પેટ્રોંલીગમાં હતા. તે દરમ્યાન પો.હેડ કોન્સ. બ્રિજરાજસિંહ જાડેજા, તથા પીયુષભાઇ અઘેરા તથા નરેશભાઇ લીંબોલાનાઓની હકીકત આધારે રામદેવનગર મફતીયાપરામાં જુગાર રમતા (૧) સવજી ખાખાભાઇ વિંજુડા (૨) ભાવેશ મનજીભાઇ પારધી (૩) મહેશ સોમાભાઇ ચુડાસમા (૪) મહેશ સાજણભાઇ પારધી (૫) પ્રવિણ દાનાભાઇ સોલંકી તથા (૬) અરવિંદ મંગાભાઇ વીંજુડા રોડ રૃા. ૨૭,૨૮૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

આ કાર્યવાહીમાં શાપર વેરાવળ પાસેના એ.એસ.આઇ હરદીપસિંહ જાડેજા, પ્રભાતભાઇ બાલાસરા, પોે.હેડ કોન્સ. બ્રીજરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. પિયુષભાઇ અઘેરા તથા યોગીરાજસિંહ જાડેજા તથા નરેશભાઇ લીંબોલા તથા દુષ્યંતસિંહ રાણા રોકાયા હતા.

(1:33 pm IST)