Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ઝૂલતા પૂલે સાત ભાઈઅોની ઍકની ઍક બહેનને છીનવી લીધી

માતા પોતાના પુત્ર અને પુત્રી સાથે ફરવા ગયા બાદ માતા અને પુત્ર ટીîગાઈ જતા બચી ગયા પણ પુત્રી નદીમાî ડૂબી ગઇ

મોરબી તા. ૨ : મોરબીની ગોઝારી ઝૂલતાપૂલ તૂટવાની દુર્ઘટનામાî અનેક પરિવારનો ભોગ લીધો છે. ત્યારે ઝૂલતાપૂલ દુર્ઘટના રૂપી કાળ સાત ભાઈઅોની ઍકની ઍક બહેનને છીનવી લેતા પરિવારમાî અરેરાટી મચી ગઇ હતી.માતા પોતાના પુત્ર અને પુત્રી સાથે પુલ પર ફરવા ગયા બાદ માતા અને પુત્ર પુલમાî ટીîગાઈ જતા બચી ગયા પણ પુત્રી નદીમાî ડૂબી જતાî મોત નીપજયુî હતુî.

મોરબીમાî રહેતા સોનલબેન મનહરભાઈ ગઢવીઍ આ કરૂણ ઘટનાની વિગતો આપતા જણાવ્યુî હતુî કે, તેમની સામાîકાîઠે સમર્પણ હોસ્પિટલ પાસે આવેલ ગાયત્રીનગરમાî રહેતી બહેનની દીકરી આયબા દેવરાજ ગઢવી ઉ.વ.૧૧ નામની દીકરી આખા પરિવારના સાત ભાઈઅોની ઍકની ઍક બહેન હોવાથી આખા પરિવારમાî બધાની વ્હાલી દીકરી હતી. પણ આ દીકરીને ઝૂલતાપુલ દુર્ઘટના રૂપી કાળે છીનવી લેતા આખો પરિવાર શોકમાî ડૂબી ગયો છે. બનાવના દિવસે આ દીકરી તેની માતા અને ભાઈ સાથે ઝૂલતાપૂલ ઉપર ફરવા ગઈ હતી. ત્યારે પુલ તૂટતા પુલના રેલીગના સહારે માતા અને ભાઈ ટીîગાઈ જતા બન્નેને બચાવી લેવાયા હતા. પણ આયબા નામની દીકરી સીધી પાણીમાî ખાબકતા તેને કાઢી લીધા બાદ સારવાર દરમિયાન તેણીનુî મોત નીપજયુî હતુî. આ ઍક વ્હાલસોયી પુત્રીનુî મોત થતા આખા પરિવારમાî કાળો કલ્પાîત મચી ગયો હતો.

(1:36 pm IST)