Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબી સિવિલ હોસ્પિટલમાં પત્રકારોને નો ઍન્ટ્રી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨: મોરબી જૂલતાપુલ દુર્ઘટના બાદ દુર્ઘટનામાં મોતને ભેટનાર મૃતદેહો અને ઇજાગ્રસ્તોની સારવારમાં ઉણું ઉતરેલ મોરબી સિવિલ હોસ્પિટલ તંત્ર પર લોકોનો ભારોભાર રોષ જોવા મળ્યો હતો.
અને પ્રધાનમંત્રી મોદીના સિવિલની મૂલાકાતે આવતા પહેલા, હોસ્પિટલના રંગ રોગાન, પેવરબ્લોક નાખવાની કામગીરી, વોટર કૂલર મૂકવા સહિતની, રીપેરીંગની કામગિરી રાતોરાત શરૂ કરવામાં આવી હતી જેના પગલે મીડિયા અને રાજકીય આગેવાનો ભારે ટીકા કરતા અંતે અકળાયેલા મોરબી સિવિલ હોસ્પિટલ તંત્રઍ સિવિલ પર પોલીસ બંદોબસ્ત મૂકવી દિધોછે. મિડિયા કર્મીઓને પ્રવેશ આપવામાં આવતો નથી..... આ છે આપણી લોકશાહી!!

 

(1:53 pm IST)