Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

સોમનાથ સહિત ધાર્મિક સ્‍થાનોના નામે ઓનલાઇન છેતરપીંડી કરનાર ઝડપાયો

જુનાગઢ રેન્‍જ આઇજીપી મયંકસિંહ ચાવડા, ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, એ. એસ. ચાવડા, અરવિંદસિંહ જાડેજા સહિતની ટીમની કાર્યવાહી

(દિપક કકકડ દ્વારા) વેરાવળ તા. ર :.. સોમનાથ સહિત સમગ્ર ભારતમાં ધાર્મિક સ્‍થળોમાં રૂમ બુકીંગના નામે છેતરપીંડી કરનાર શખ્‍સને રાજસ્‍થાન ખાતેથી ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્‍ચની ટીમે ઝડપી પાડયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ કોઇ અજાણ્‍યા ઇસમોએ શ્રી સોમનાથ ટ્રસ્‍ટના મહેશ્વરી, લીલાવતી તેમજ સાગર દર્શન અતિથિ ગૃહના નામે ફેંક વેબ પેઇઝ બનાવી તેમાં પોતાના ફોન નંબરો તથા બેંક એકાઉન્‍ટનો ઉપયોગ કરી દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓના બુકીંગ કરવાના બહાને કુલ રૂા. ર૪,૧૯પ ટ્રાન્‍સફર કરી લઇ સોમનાથ ટ્રસ્‍ટના નામની વેબ સાઇટ www.somnath.org  નો દુર ઉપયોગ કરી દર્શનાર્થીઓ તથા ફરીયાદી સાથે છેતરપીંડી કરી ગુન્‍હો કરેલ હતો.

જેથી જુનાગઢ રેન્‍જ આઇ. જી. પી. મયંકસિંહ ચાવડા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન. જાડેજા નાઓએ તાત્‍કાલીક એલ. સી. બી., એસ. ઓ. જી. તથા સ્‍થાનીક પોલીસની તુરત ટીમ બનાવી આ ગુન્‍હાની તલસ્‍પર્શી માહિતી એકઠી કરવા અને ગુન્‍હાના મુળ સુધી પહોંચી આવા સાયબર ક્રાઇમ કરતા ઇસમને પકડી પાડવા સુચના આપી હતી.

પોલીસે રાશીદ સમસુ જાતે મુસ્‍લીમ રહે. ગઢી મેવાત, તા. ડીંગ, જી. ભરતપુર રાજસ્‍થાનની ધરપકડ કરી છે.

આરોપીના નામદાર કોર્ટમાંથી દિન ૧૦ ના રીમાન્‍ડ મેળવવામાં આવેલ તેમજ અન્‍ય સંડોવાયેલ આરોપીઓ બાબતે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

આ પ્રકારના સાયબર ક્રાઇમ મુખ્‍યત્‍વે કોમ્‍પ્‍યુટર તથા સાયબર ટેકનોલોજી મારફત અમુક ભેજાબાજ કરતા હોય છે અને આવા ઇસમો સરળતાથી પકડાઇ ન જાય તે માટે ગમે તે જગ્‍યાએથી તેમજ ખોટી ઓળખાણ, ખોટા દસ્‍તાવેજના ઉપયોગથી બેંક એકાઉન્‍ટ ખોલી ફેંક વેબપેઇઝ બનાવી આવા ગુન્‍હાઓ આચરતા હોય જેથી ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ. એ. એસ. ચાવડા માર્ગદર્શન મુજબ એલ. સી. બી.ના એ. એસ. આઇ. રામદેવસિંહ જાડેજા તથા હેડ કોન્‍સ. ભુપેન્‍દ્રસિંહ ચાવડાનાઓએ તમામ પ્રકારનું ટેકનિકલ એનાલીસીસ કર્યુ હતું.

આરોપી રાશીદ સૌપ્રથમ અન્‍ય લોકોને પેન્‍સીલ બનાવવાના કામે તેમજ અલગ અલગ કીમીયા અજમાવી લોકોને છેતરીને ઓનલાઇન બેંક એકાઉન્‍ટ ઓપન કરી તેમા અન્‍યના નામે ઇસ્‍યુ થયેલ પોતાના હસ્‍તકના સીમકાર્ડ નં.રજીસ્‍ટર કરી આ બેંક એકાઉન્‍ટ પોતે હેન્‍ડલ કરતો. ત્‍યારબાદ પ્રવાસન સ્‍થળના રૂમ બુકીંગના વેબ પેઇજ બનાવવા માટે ઇન્‍ટરનેશનલ ડીમેઇન ખરીદી ફેક વેબ પેઇજ બનાવી આ ફેક વેબ પેઇજ પર આ એકાઉન્‍ટ નંબર તથા મોબાઇલ નંબર દર્શાવેલ. જેથી પ્રવાસી/યાત્રિકો ગુગલ પર સોમનાથ ખાતે રૂમ બુકીંગની સાઇટ સર્ચ કરતા ફેક વેબ પેઇજ જોવામાં આવતા આ વેબ પેઇજ મારફત ઓનલાઇન રૂમ બુકીંગના નામે છેતરપીંડી આચરતો અને આ એકાઉન્‍ટમાં નાણા જમા થતા તે ઓનલાઇન યુ.પી.આઇ.થી તુરત જ અન્‍ય ફેક એકાઉન્‍ટમાં તમામ પૈસા ટ્રાન્‍સફર કરી યુ.પી.આઇ. અલગ એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર તથા તેમજ અલગ અલગ વ્‍યકિતઓ દ્વારા અલગ અલગ એ.ટી.એમ.માંથી વિથડ્રો કરેલ. ફ્રોડમાં એક કરતા વધારે માણસો સક્રીય હોય છે.

ઉપરોકત બાબતોને ધ્‍યાને લઇ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન. જાડેજા સા.ના માર્ગદર્શન મુજબ પો.ઇન્‍સ. એ.એસ.ચાવડા સા.એ તુરત જ આ આરોપીને તાત્‍કાલીક પકડી પાડવા એક ટીમની રચના કરેલ જેમાં પ્ર.પાટણ પો.સ્‍ટે.ના પો.સબ ઇન્‍સ શ્રી બી.ડી.માવદિયા, તથા પો.કોન્‍સ.કનકસિંહ કાગડા, એલ.સી.બી.ના એ.એસ.આઇ. રામદેવસિંહ જાડેજા તથા લાલજીભાઇ બાંભણિયાનાઓએ દિવાળી તથા નુતન વર્ષાભિનંદનના તહેવારો દરમ્‍યાન તહેવાર ઉજવણીની પરવાહ કર્યા વગર રાત દિવસ એક કરી એક અઠવાડીયા રોકાણ કરી સદર મેવાત એરીયાથી વાકેફ થઇ આ મેવાત એરીયામાં લોકલ માણસો તથા અન્‍ય ગેંગો આવા ફ્રોડ કરવામાં વધુ પડતા સક્રીય હોવાની વિગતો મળતા સાવચેત રહી આરોપીના રહેઠાણની જગ્‍યાએ જઇ સઘન પ્રયત્‍નો તથા ટેકનિકલ સુઝબુઝના આધારે આરોપીના ગામ ગઢી મેવાત ખાતે જતા ત્‍યાં સ્‍થાનિક લોકો સાથે ઘર્ષણ થયા બાદ પણ આગવી સુઝબુઝથી આ આરોપીને શોધી કાઢવામાં સફળતા મળેલ. આ આરોપી પાસેથી મોબાઇલ તથા ગુન્‍હાને લગત સાહિત્‍ય વિગેરે કબ્‍જે કરવામાં આવેલ.

આ એ.એસ.ચાવડા, પો.ઇન્‍સ.એલ.સી.બી. ગીર સોમનાથ, એ.બી.જાડેજા, ઇ.ચા.પો.ઇન્‍સ., એસ.ઓ.જી., ગીર સોમનાથ, એસ.પી.ગોહીલ, પો.ઇન્‍સ.પ્રભાસ પાટણ પો.સ્‍ટે.બી.ડી.માવદિયા, પો.સબ ઇન્‍સ., પ્રભાસ પાટણ પો.સ્‍ટે., આર.એચ.મારૂ, પો.સબ ઇન્‍સ, એસ.ઓ.જી.ગીર સોમનાથ, રામદેવસિંહ જાડેજા, એ.એસ.આઇ., એલ.સી.બી. ગીર સોમનાથ, મેસુરભાઇ વરુ, એ.એસ.આઇ., એલ.સી.બી. ગીર સોમનાથ, લાલજીભાઇ બાંભણીયા એ.એસ.આઇ., એલ.સી.બી. ગીર સોમનાથ, નટુભા બસીયા, હેડ કોન્‍સ, એલ.સી.બી. ગીર સોમનાથ, ભુપેન્‍દ્રસિંહ ચાવડા, હેડ કોન્‍સ, એલ.સી.બી. ગીર સોમનાથ, કનકસિંહ કાગડા, હેડ કોન્‍સ, પ્રભાસ પાટણ પો.સ્‍ટે. એ કરી હતી.

આ સમગ્ર ઓપરેશન દરમ્‍યાન સફળ કામગીરી કરનાર ઉપરોકત તમામ પોલીસ અધિકારીશ્રી/કર્મચારીઓને પોલીસ અધિક્ષકશ્રી, ગીર સોમનાથ દ્વારા ઇનામ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્‍સાહીત કરવામાં આવેલ છે.

(1:40 pm IST)