Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

દૂબઇમાં જલારામ જયંતિની ઉજવણી

 જૂનાગઢ : દુબઇ  (સંયુક્‍ત આરબ અમીરાત ) માં આ વરસે પણ  જલારામ બાપા ની ૨૨૩ મી જન્‍મ જયંતી  દુર્ઘટનાને લઈને ખૂબ જ સાદાઇથી વિદેશથી આવેલા મહેમાનો અને બહોળી સંખ્‍યા દુબઇના રઘુવંશીઓ તથા ભક્‍તોની હાજરી સાથે ઉજવી હતી તેમજ બધા જ લોકોએ પ્રાર્થનાઓ કરી હતી કે મળતકોને સદગતી મળે અને તેઓના પરીવાર જનો ને આવી પડેલા દુઃખ સહન કરવાની શકતી પ્રાપ્તિ થાય. આ  પ્રસંગ પર બાપાને   અન્નકુટ પણ ધરવામાં આવેલ  ભજન મંડળીઓ દ્વારા ભજનની રમઝટથી વાતાવરણ ભક્‍તિમય થયુ હતું.  બધા જલારામ ભક્‍તોનો ઉત્‍સાહ  સમાતો ના હતો કેમકે ધણા બધા વર્ષો ના ઇન્‍તેજારનો અંત આવ્‍યો.  દુબઇ (જબલે અલી)માં નવુ બનેલ હિન્‍દુ મંદિરમાં શ્રી જલારામ બાપાની  પ્રાણ પ્રતિષ્ઠા સાથે સ્‍થાપના થઇ. ભોજન પ્રસાદ લઇ ધન્‍યતા અનુભવી હતી રઘુવંશી સમાજના સ્‍વયંસેવકોએ વ્‍યવસ્‍થા કરી દુબઇમાં આટલી સરસ રીતે ઉજવાતા જોઇ હાજર રહેલા તમામ ભક્‍તો એ સ્‍વયંસેવકો તથા આયોજકો લોહાણા મહાજન યુએઇ ને અભિનંદન પાઠવ્‍યા હતો.

(1:55 pm IST)