Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

દ્વારકા જિલ્લાના પ્રવાસન સ્‍થળોએ તંત્ર સજજ

ઓખા બેટ જેટી, ગોમતીઘાટ, શિવરાજપુરમાં તરવૈયા સાધનો રખાયા

ખંભાળીયા તા. ર : હાલ તહેવારો તથા વેકેશનના માહોલ હોય પ્રવાસન સ્‍થળો પર ખુબજ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ ઉમટતા હોય દ્વારકા જિલ્લામાં જગતમંદિર, ગોમતીઘાટ, બેટ દ્વારકા, શિવરાજપુર બીય, નાગેશ્વર મહાદેવ જેવા સ્‍થળો પર સુચારૂ વ્‍યવસ્‍થા દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર તથા જિ. પોલીસ દ્વારા કરવામાં આવી છ.ે

દ્વારકા મંદિરમાં લાઇનસર યાત્રાળુઓ જાય તે માટે ખાસ બેરીકેટીંગ બેટ દ્વારકાથી ઓખા આવતી થતી ફેરી બોટમાં નિયત સંખ્‍યામાં યાત્રાળુ બેસે તે માટે ખાસ વ્‍યવસ્‍થા પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા તથા ચીફ ઓફિસર અમિત પંડયા તથા વિવિધ સરકારી વિભાગો દ્વારા કરાઇ છ.ે તથા તમામ સ્‍થળે તરવૈયા તથા આરોગ્‍ય ટીમ પણ તહેનાત કરાઇ છે. સુદામાં સેતુને હાલ હંગામી ધોરણે બંધ કરવામાં આવ્‍યો છે તથા ગોમતીઘાટ પાસે પણ રેસ્‍કયુ સાધનો તરવૈયા રખાયા છે.

શિવરાજપુર બીચ પર પછી સહેલાણીઓ ઉંડા પાણીમાં  ના જાય તેવી વ્‍યવસ્‍થા લાઇફ ગાર્ડ, રેસ્‍કયુ, સમય અવંધિ પછી કોઇ ના જાય તે માટે વ્‍યવસ્‍થા કરાઇ છે આ ઉપરાંત કિલેશ્વર, હર્ષદમાતાજી, ઘુમલી, નાગેશ્વર વિ. સ્‍થળે પણ બંદોબસ્‍ત કરાયો છ.ે

જિલ્લા કલેકટર શ્રી એમ.એ.પંડયા તથા જિ. પો.વડા નીતેશકુમાર પાંડે દ્વારા પ્રવાસીઓ માટે રખાયેલી આ વ્‍યવસ્‍થામાં સહયોગ આપવા અપીલ કરાઇ છે.

(1:44 pm IST)