Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ખંભાળીયામાં પાનની દુકાનોમાં થયેલ બંને ચોરીમાં સલાયાનો આરોપી ઝડપાયો

ખંભાળીયા,તા. ૨ : મિલન ચાર રસ્‍તા પાસે આવેલ બે પાનની દુકાનોના તાળા તોડી બંને દુકાનોમાંથી રોકડા રૂા. ૮૦,૦૦૦ની ચોરીના ગુનાઓ નોંધાયેલ આ બંને ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ રોકડા રૂા. ૮૦,૦૦૦ની રકમ રીકવર કરી આરોપી મોહસીનભાઇ દાઉદભાઇ કારા વાઘેર, રહે. સરકારી હોસ્‍પિટલ પાછળ, સલાયાસામે કાર્યવાહી કરી છે. આરોપી મોડી રાત્રીના સમયે બંધ દુકાનો-કેબીનોના તાળા તોડી ચોરી કરવાની ટેવ ધરાવે છે.

આ કાર્યવાહીમાં એલ.સી.બી. દેવભૂમિ દ્વારકાના પોલીસ ઇન્‍સ. શ્રી. કે.કે.ગોહિલની રાહબારી હેઠળ પીએસઆઇ બી.એમ.દેવમુરારી, એસ.વી.ગળચર, એ.એસ.ચૌહાણ, એએસઆઇ સજુભા જાડેજા, વિપુલભાઇ ડાંગર, ભરતભાઇ ચાવડા, અજીતભાઇ બારોટ, કેશુરભાઇ ભાટીયા, જયદેવસિંહ જાડેજા, સુનીલભાઇ કાંબલીયા, નરસીભાઇ સોનગરા, ધર્મેન્‍દ્રસિંહ ચુડાસમા, HC જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મસરીભાઇ ભારવાડીયા, અરજણભાઇ મારૂ, બલભદ્રસિંહ ગોહીલ, જીતુભાઇ હુણ, ડાડુભાઇ જોગલ, કુલદીપસિંહ જાડેજા, મહેન્‍્‌દ્રસિંહ જાડેજા, હસમુખભાઇ કટારા, PC ગોવિંદભાઇ કરમુર, મસરીભાઇ છુછર, દેવાભાઇ મોઢવાડીયા, નારણભાઇ બેલા, વિશ્વદીપસિંહ જાડેજા, સચીનભાઇ નકુમ, અરજણભાઇ આંબલીયા, કેતનભાઇ બડલ, મેહુલ રાઠોડ જોડાયા હતા.

(1:44 pm IST)