Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ખંભાળીયા જી. વી. જે. હાઇસ્‍કુલનું જુનું બિલ્‍ડીંગ મુળ રૂપમાં બનશે

સરકારે ત્રણ કરોડ ફાળવ્‍યાઃ શિક્ષણ તાલીમ ભવનમાં બેસશે

ખંભાળીયા તા. ર :.. જામસાહેબ દ્વારા બનાવાયેલી જી.જી.જે. હાઇસ્‍કુલનું જુનુ તથા ભવ્‍ય બિલ્‍ડીંગ ભૂકંપમાં પડીને જર્જરીત થઇ ગયું હોય ત્‍યાં મુળ સ્‍વરૂપમાં જીર્ણોધ્‍ધાર કરીને બિલ્‍ડીંગ બનાવવા ખંભાળીયાના સ્‍વ. ડી. એમ. ભટ્ટ, ડો. વી. કે. નકુમ, સ્‍વ. નરોતમભાઇ હર્ષ વિ. દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલી તથા વારંવાર રજૂઆતો કરાયેલી પૂર્વ રાજય મંત્રી હકુભા જાડેજા, સાંસદ પુનમબેન માડમ તથા રાજય સરકારને વારંવાર રજૂઆતો પછી સફળતા મળી છે.

રાજય સરકાર દ્વારા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે જી. વી. જે. હાઇસ્‍કુલના જૂના બિલ્‍ડીંગનો જીર્ણોધ્‍ધાર કરીને મુળ સ્‍વરૂપમાં બનાવીને આ જગ્‍યામાં દ્વારકા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જેમાં બી. એઙ કોલેજ પણ હશે તેના બેસવા માટે વ્‍યવસ્‍થા નકકી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા આઝાદી પહેલા બનેલી આ જી. વી. જે. હાઇસ્‍કુલમાં અનેક વિદ્વાનો ભણયા  છે તથા પ્રેમશંકર ભટ્ટ જેવા આઇએએસ અધિકારી પણ આ હાઇસ્‍કુલે આપ્‍યા છે. ત્રણ કરોડના ખર્ચે જી. વી. જે.  હાઇસ્‍કુલના નવા રૂપરંગની વાતથી પૂર્વ વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે.

(1:45 pm IST)