Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબી BAPS સંસ્થા દ્વારા બચાવ કાર્યમાં જાડાયેલા સહિત ૧૦૦૦ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરાઇ

BAPS મંદિરના સ્વયંસેવક સુભાષભાઇઍ ઍક પળનો પણ વિલંબ કર્યા વગર પાણીમાં ઝંપલાવ્યુ’તું

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨ : મચ્છુ નદી પરના ઝુલતા પુલની દુર્ઘટનાને કારણે સેîકડો લોકો મુશ્કેલીમાં મુકાયા અને ખૂબ મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા. આ ઘટનાથી સમગ્ર ગુજરાત કમકમી ઉઠ્યું છે. આ કારમી કમનસીબ દુર્ઘટના ઘટી અને ચારે તરફ ચીસાચીસ અને બચાવો બચાવોનો કલશોર ચાલી રહ્ના હતો તે જ ક્ષણે આ અફરાતફરી વચ્ચે જુલતા પૂલની સાવ નજીક આવેલા બીઍપીઍસ સ્વામિનારાયણ મîદિરના સ્વયîસેવક સુભાષભાઈઍ ઍક પળનો પણ વિલંબ કર્યા વિના તુરંત બચાવ કાર્યવાહી માટે પાણીમાં ઝંપલાવ્યું હતું. સુભાષભાઈની આ સમયસૂચકતાથી તેણે છ વ્યક્તિને પાણીમાંથી જીવતા બચાવ્યા હતા અને અન્ય બે વ્યક્તિને બહાર લઈ આવ્યા પછી તેના મૃત્યુ થયા હતા.
થોડી જ પળોમાં બીઍપીઍસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમપૂજય મહંત સ્વામી મહારાજની પ્રેેરણાથી સતો અને સ્વયસેવકો દુર્ઘટનાગ્રસ્ત લોકોના બચાવની કાર્યવાહી તેમજ અન્ય સેવાઓમાં તેજ ગતિઍ જાડાઈ ગયા હતા. પરમ પૂજય મહîત સ્વામી મહારાજે આ દુર્ઘટનામા જેમણે સ્વજનો ગુમાવ્યા છે, ઍવા પરિવારજનો માટે ભગવાનના ચરણોમાં હૃદયપૂર્વક પ્રાર્થના કરીને સહાનુભૂતિ દર્શાવી છે. સાથે સાથે તેઓની પ્રેેરણાથી બીઍપીઍસ સ્વામિનારાયણ મંદિર દ્વારા રાહત રસોડાનો પણ આરંભ કરાઈ ગયો છે. બચાવ કાર્યવાહીમાં જાડાયેલા લશ્કરી જવાનો અને અન્ય લોકોને પણ ભોજનની વ્યવસ્થા બીઍપીઍસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવી છે. આખી રાત બચાવ કાર્યમાં સેવારત પોલીસ અને સ્વયંસેવકો માટે સવારે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ ­શાસન, પ્રેસ, NDRF, વહીવટી તંત્ર સ્ટાફ સહિત ૧૦૦૦ થી અધિક લોકો માટે બપોરે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

 

(1:54 pm IST)