Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ખંભાળિયામાં યુવાન ઉપર ચાર શખ્‍સો દ્વારા હુમલો મારી નાખવાની ધમકી

જામ ખંભાળિયા, તા. ૨ : ખંભાળિયા તાલુકાના ભાણખોખરી ગામે રહેતા મહાવીરભાઈ જગદીશભાઈ મેટલીયાના શેઠ સાથે ભેંસોના લે-વેચના ધંધા બાબતે મન દુઃખનો ખાર રાખી, આ જ ગામના લાલભાઈ બચુભાઈ, સુરેશ બચુભાઈ, ભુરા લાલભાઈ અને ભરત લાલભાઈ નામના ચાર શખ્‍સોએ લોખંડના ધારીયા વડે બેફામ માર મારી, ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ખીરસરાના યુવાન ઉપર પિતા-પુત્ર દ્વારા હુમલો

કલ્‍યાણપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા સંજયભાઈ કરસનભાઈ પીપરોતર નામના ૩૫ વર્ષના સગર યુવાન સાથે જમીનના શેઢા બાબતનું મનદુઃખ રાખી, આ જ વિસ્‍તારમાં રહેતા તેમના કુટુંબી રાજાભાઈ મારખીભાઈ પીપરોતર તથા આશિષ રાજાભાઈ પીપરોતર નામના બે શખ્‍સોએ બિભત્‍સ ગાળો કાઢી, કુહાડા વડે હુમલો કરીને ઇજાઓ કર્યાની ફરિયાદ કલ્‍યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ તથા જી.પી. એક્‍ટની કલમ મુજબ ગુનો નોંધ્‍યો છે.

(1:46 pm IST)