Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

દ્વારકા પ્રા.જિ.શિ. ભાવસિંહ વાઢેરની જૂનાગઢ બદલી

 ખંભાળીયા : તાજેતરમાં દ્વારકા પ્રાથમિક જિ.શિ. ભાવસિંહ વાઢેરની બદલી જૂનાગઢ જિ.શિ. તરીકે થતાં તેમને ભવ્‍ય વિદાયમાન સ્‍ટાફ તથા સંઘો દ્વારા આપવામાં આવ્‍યું હતું. પાંચ વર્ષ જેટલા સમયથી જિ.શિ. તરીકે ખૂબ જ સુંદર કામગીરી કરનાર ભાવસિંહ વાઢેર દ્વારા પ્રાથમિક શાળા તથા માધ્‍યમિક વિભાગમાં પણ સુંદર કામગીરી કરીને અનેક બાબતોમાં છેવાડાના જિલ્લાને નંબર પણ અપાવ્‍યા હતા. બી.આર.સી. પંકજસિંહ રાણા, પંડયાભાઇ, ઇન્‍ચાર્જ, નંદાણીયા તથા સ્‍ટાફ દ્વારા સન્‍માન સાથે વિદાય અપાઇ હતી.

(1:47 pm IST)