Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

સાવરકુંડલાના ગાધકડામાં હત્યા કરનાર શખ્સોની શોધખોળ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨ : સાવરકુંડલા તાલુકાનાં ગાધકડા ગામે રહેતા રવિભાઇ નાથાભાઇ વાઘેલા (ઉવ.૨૮)ને જુના મનદુઃખનાં કારપે કેવલ બાલુભાઇ સાથે બાઇક ઉપર જતા હતા ત્યારે રસ્તામાં રોકી સુનિલ ચંદુભાઇ ગોહિલ, ચંદુ જાદવભાઇ ગોહિલ, હસમુખ પુરૃષોતમભાઇ ગોહિલ રે.ગાધકડા વાળાએ રવિને ગાળો બોલી કહેલ કે તને બહુ પાવર છે. જેથી ગાળો બોલવાની ના પાડતા ચંદુએ કહેલ કે, આજે તો આને પતાવી જ દેવો છે.

તેવું કહી સુનિલે પેન્ટનાં નેફામાંથી છરી કાઢી રવિભાઇ નાથાભાઇને કાઠલો પકડી ધક્કો મારી પછાડી છાતીમાં છરી વડે જીવલેણ હુમલો કરી ધમકી આપેલ જેમને ૧૦૮ દ્વારા સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં લાવતા સારવાર દરમિયાન મોત નિપજાવ્યાની રવિભાઇ જીવાભાઇ વાઘેલાએ સાવરકુંડલા રૃરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ બનાવની તપાસ પીએસઆઇ જીએમ.જાડેજા ચલાવી રહ્યા છે.

(1:53 pm IST)