Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ધ્રોલ તાલુકા પંચાયતની દિવાલ પાછળ અજાણ્‍યા વ્‍યકિતનો મૃતદેહ મળ્‍યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨: ધ્રોલ તાલુકા પંચાયતની દિવાલના પાછળના ભાગે ખુલ્લી જગ્‍યામાં આ નીચે ફોટા વાળો રખડતો-ભટકતો ઇસમ જેની ઉવ આશરે ૪૦ થી ૫૦ ની વચ્‍ચેની છે. તે શરીરે ચડ્ડો પહેરેલ સુતેલી હાલતમાં મળેલ હોય જેને ધ્રોલ સરકારી હોસ્‍પિટલ ખાતે સારવારમાં લઇ જતા ફરજ પરના ડોકટર સાહેબે આ અજાણ્‍યા પુરૂષને જોઇ તપાસીને આ અજાણ્‍યા પુરૂષને પોતાના ડાબા પગમાં ભાઠા ઉપર જીવ-જંતુ પડી જવાથી કોઇ બીમારી સબબ તેનું મોત થયેલનું જાહેર કરેલ હતું. જેથી તેઓએ ધ્રોલ પો.સ્‍ટે. જાણ કરતા ધ્રોલ પો.સ્‍ટે.નો સ્‍ટાફ ત્‍યાં જતા આ લાશ કોઇ અજાણ્‍યો પુરૂષની હોય જેની આશરે ઉવ. ૪૦ થી ૫૦ વર્ષનો જેના નામ સરનામાની ખબર નથી અને નીચે ખાખી કલર શરીરે ચડ્ડો પહેરેલ હતો કોઇ અજાણ્‍યો રખડતો ભટકતો માણસ હોવાથી તેમ શોધખોળઇ હાથ ધરાઇ છે.

વધુ માહિતી માટે ધ્રોલ પો.સ્‍ટે. ટેલીફોન નં. ૦૨૮૯૭-૨૨૨૦૩૩, પીએસઆઇ પી.જી.પનારા મો. નં. ૯૯૨૪૮ ૩૩૧૨૨ ઉપર સંપર્ક કરવા જણાવ્‍યું છે.

(1:50 pm IST)