Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબી પુલ દુર્ઘટનામાં ૪ આરોપી રીમાન્ડ ઉપર : કોન્ટ્રાકટ અનકવોલીફાઇડને અપાયો’તો !

૫ આરોપીના રીમાન્ડ નામંજૂર થતા જેલહવાલે : રીનોવેશનમાં કેબલ બદલાયા ન હતા, ફલોરીંગ જ બદલવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨ : મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસે  રેવા કîપનીના મેનેજર સહિતના ૦૯ આરોપીને ઝડપી લીધા હતા જે પૈકી પાંચને જેલહવાલે કરવામાં આવ્યા હતા તો ચાર આરોપીને આજે કોર્ટમાî રજુ કરતા તા. ૫ સુધીના પોલીસ રિમાન્ડ સોપવામાં આવ્યા છે.
મોરબી દુર્ઘટના મામલે ગુનો નોંધ્યા બાદ પોલીસે નવ આરોપીને ઝડપી લીધા હતા જે પૈકી ત્રણ સિક્યુરીટી ગાર્ડ અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ અને મુકેશ દલસિîગ ચૌહાણ રહે ત્રણેય દાહોદ વાળા તેમજ ક્લાર્ક મનસુખભાઈ વાલજીભાઈ ટોપિયા અને માદેવભાઈ લાખાભાઈ સોલંકી રહે. બંને મોરબી ઍમ પાંચ આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા છે. જયારે આરોપી મેનેજર દીપક પારેખ, દિનેશભાઈ દવે રહે. બંને મોરબી અને બ્રીજ રીપેરીંગ કોન્ટ્રાકટર ­પ્રકાશ લાલજીભાઈ પરમાર અને દેવાંગ પ્ર­કાશભાઈ પરમાર રહે. બંને ધ્રાંગધ્રા ઍમ ચાર આરોપીને ૧૦ દિવસના રિમાન્ડની માîગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટે આરોપીના તા. ૫ ને શનિવારે બપોરે ૩ વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે
મોરબી કોર્ટમાં પોલીસ દ્વારા ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાî આવ્યા હતા. આ અંગે કોર્ટ ખાતે સરકારી વકીલ હરસેન્દુ પંચાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચાર મુખ્ય આરોપીના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા છે. ૮ મુદા હતા જેને આધારે રિમાન્ડ મંગાયા હતા. જેમાંથી અમૂક મુદા અત્યંત મહત્વના હતા.  તેઍ વધુમાં જણાવ્યું હતું કે ઓરેવા કંપનીના મેનેજરને પુલના રીનોવેશન અને મેનેજમેન્ટની જવાબદારી સોંપાવામાં આવી હતી. મેનેજરે પુલના રીનોવેશન માટે ફેબ્રિકેશન કામ જે બે લોકોને સોપ્યું હતું તે અનક્વોલીફાઈડ હોવાનું તપાસમાં ખુલ્યું છે. જેની આ મામલે અન્ય કોણ કોણ જવાબદાર છે તે જાણવા રિમાન્ડ મîગાયા છે. તપાસ દરમિયાન બેદરકારીમાî કોણ કોણ સામેલ છે ? કોના કહેવાથી આ કોન્ટ્રાક્ટ આપવામાî આવ્યા તે દિશામાî તપાસ ચાલી રહી છે. વધુમાî અગાઉ વર્ષ ૨૦૦૭માં પણ આ જ બે અનક્વોલિફાઇડ લોકોને રીનોવેશનના કોન્ટ્રાક્ટ આપવામાî આવ્યો હતો.
સરકારી વકીલે કહ્નાî કે જ્લ્ન્ દ્વારા તેનો રીપોર્ટ બîધ કવરમાî કોર્ટને સોપ્યો હોવાનુî જણાવ્યુî હતુî. તેમજ કોર્ટમાî ક્યાîય રેવા કîપનીમાî માલિક જયસુખ પટેલ અîગે ચર્ચા થઈ નથી. તેમજ રીનોવેશન કામગીરીમાî પુલના મુખ્ય કેબલ બદલવામાî ના હોવાનુî અને માત્ર પુલનુî ફલોરિîગ જ બદલવામાî આવ્યુî હોવાનુî પણ ડીવાયઍસપીની તપાસમાî સામે આવ્યાનુî સરકારી વકીલે જણાવ્યુî હતુî.

 

(1:51 pm IST)