Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ

અમરેલીઃ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકમલ ચોક ખાતે કેન્ડલ માર્ચ કાઢી મોરબીમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી અને મૃતકના પરિવારજનોને અચાનક આવી પડેલ દુઃખ સહન કરવાની પ્રભુ શકિત આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે.રૈયાણી, મહામંત્રી જનકભાઇ પંડયા, અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનીષભાઇ ભંડેરી સહિતના કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:52 pm IST)