Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબી કલેકટરને પત્ર, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ મોરબીની દુર્ઘટનામાં નિરાધાર બાળકોનો શિક્ષણ ખર્ચ ઉપાડશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૨: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ­ચાર બરાબર જામ્યો છે ત્યારે જ સૌરાષ્ટ્રમાં મોરબીનો ઝુલતો બ્રિજ તૂટી પડ્યો. મોરબીમાં માતમ છવાયુ ત્યારે ગુજરાત ચેમ્બર ફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ચેમ્બર ફ કોમર્સના ­મુખ પથિક પટવારીઍ મોરબી કલેક્ટરને પત્ર લખી આ દુર્ઘટનામાં અનાથ થયેલા બાળકોને શિક્ષણ, કુટુંબની મુખ્ય કમાવનાર વ્યક્તિ ગુમાવનારને અૌધોગિક ઍકમમાં નોકરીની સહાય આપવા જણાવ્યું છે.મોરબીમાં ઝૂલતો પુલ તૂટી જવાથી થયેલી હૃદયદ્રાવક દુર્ઘટના બાદ ગુજરાત ચેમ્બર ફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મોરબીના કલેક્ટર જી.ટી. પંડ્યાને સહાયતા કરવા અંગેનો પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં આ દુર્ઘટનામાં અનાથ થયેલ બાળકોને તેમના શિક્ષણમાં સહાય કરવા અને કુટુંબની મુખ્ય વ્યક્તિ ગુમાવનાર પરિવારોને ચેમ્બરના સભ્ય અૌદ્યોગિક ઍકમો થકી રોજગાર પૂરો પાડવા સહાય કરવાની ઈચ્છા વ્યક્ત કરાઈ છે.  અનાથ બાળકોની મદદ માટે અન્ય સંસ્થા પણ આગળ આવી રહી છે.આ અંગે ગુજરાત ચેમ્બર ફ કોમર્સના ­મુખ પથિક પટવારીઍ જણાવ્યું હતું કે, મોરબીની દુર્ઘટનામાં અનાથ થયેલા બાળકોના અભ્યાસની જવાબદારી ગુજરાત ચેમ્બર ફ કોમર્સ દ્વારા ઉપાડવાનું નક્કી કરાયું છે. બાળકો ઉચ્ચ અભ્યાસ કરશે તો તેનો પણ ખર્ચ ચેમ્બર દ્વારા પૂરો પાડવામાં આવશે. ઉપરાંત, જે કુટુંબે મુખ્ય કમાનાર વ્યક્તિ ગુમાવ્યો હોય તેવા પરિવારના ઍક સભ્યને ઉદ્યોગમાં નોકરી આપવામાં આવશે. ઉપરાંત જે કુટુંબનો મુખ્ય વ્યક્તિ ઇજાના લીધે કામ ન કરી શકે તેવી સ્થિતિમાં હશે તો તેના પરિવારના ઍક સભ્યને નોકરી આપવાની પણ ઈચ્છા પત્રમાં કરવામાં આવી હતી.

 

(1:57 pm IST)