Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

અમરેલીનાં ગાવડકામાં ઝેરી દવા પી લેતા મોત

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી,તા.૨ :  ઠેબી ડેમના કંટ્રોલરૃમ નજીક પાળા ઉપર અમરેલી તાલુકાના ગાવડકા ગામના રાહુલભાઇ ઘનશ્યામભાઇ વાઘેલા ઉ.વ.૧૯ કોઇ અગમ્ય કારણોસર પોતેપોતાનીમેળે ઝેરી દવા પી જતા મોત નિપજયાનું પિતા ઘનશ્યામભાઇ વાઘેલાએ અમરેલી રૃરલ પોલીસમાં જાહેર કરેલ છે.

 અકસ્માત

ચોકડી સર્કલ પાસે સુરત રહેતા મેહુલભાઇ મનસુખભાઇ બોઘરા ઉ.વ.૨૮ની ફોરવ્હિલ સાથે લાઠી તાલુકાના અડતાળા ગામના રાજેન્દ્રકુમાર રણજીતભાઇ વાળાએ પોતાની ટાટા નેનો જીજે ૦૧ કેકયુ ૮૦૮૮ પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી રોંગ સાઇડમાં જમણી બાજુ આવી ફોરવ્હિલ સાથે ભટકાવી રૃા.રપ હજારનું નુકસાન કર્યાની અમરેલી રૃરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

દારૃ જપ્ત

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના હે.કોન્સ.રાણાભાઇ હમીરભાઇઈએ ધારી માર્કેડયાર્ડ પાસે તથા શહેરમાં લાયબ્રેરી રોડ ડો.ગોંડલીયાના દવાખાનાવાળી શેરી વિસ્તારમાં બાતમી આધારે ધારી કોલીયા શેરીમાં રહેતા દિનેશ ઉર્ફે ટકો જીવાભાઇ ચૌહાણ ઉ.વ.૨૯ ને ૧૩ બોટલ ઇગ્લિશ દારૃ ૫૦૪૦, મોબાઇલ ૧ રૃા.૫૦૦, બાઇક રૃા.૩૦,૦૦૦, કાર ૧ રૃા.૭,૦૦,૦૦૦ મળી કુલ ર્.૭,૩૫,૫૪૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો .જયારે દારૃનો ધંધો કરનાર મુનાવરખાન ઉર્ફે મુન્નો ચંગેજખાન દુરાણી રહે.ધારી, શબ્બીર ઉર્ફ સબુ આમનભાઇ બ્લોચ રહે.દલખાણીયા , જયદીપસિંહ વિજયસિંહ સોલંકી રહે.ધારી, ધર્મેન્દ્ર ઉર્ફ ધમભા દરબાર રહે.અમરેલી વાળાઓ હાજર મળી આવેલ નહિ.

આપઘાત

વડીયાના બરવાળા બાવીશી ગામે રહેતા ભાવેશભાઇ રાજાભાઈ માધડ ઉ.વ.રર કોઇ અગમ્ય કારણોસર પોતાનીમેળે ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજયાનું પિતા રાજાભાઇ અરજણભાઈ માધડે વડીયા પોલીસમાં જાહેર કરેલ છે

મૃત્યુ

ખાંભા તાલુકાના ભુંડણી ગામે ખીમાભાઇ જેઠાભાઈ મહિડા ઉ.વ.૭૫ દિનેશભાઇ હીરજીભાઇ સોંડાગરની વાડીના કાંઠે વોકળામાં કોઇ જંગલી જનાવરે ફાડી ખાધેલ હાલતમાં મૃત્યુ પામ્યાનું પુત્ર રામભાઈ ખીમાભાઇ મહિડાએ ખાંભા પોલીસમાં જાહેર કરેલ.

(1:53 pm IST)