Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઇન્દીરા ગાંધીજીના નિર્વાણ દિન નિમિતે શ્રદ્ધાસુમન

અમરેલીઃ સૌપ્રથમ મહીલા વડાપ્રધાન ઇન્દીરા ગાંધીજીના નિર્વાણ દિન નિમિતે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય, જુના માર્કેટયાર્ડ ખાતે તેમના ફોટાને ફુલહાર કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે.રૈયાણી, મહામંત્રી જનકભાઇ પંડયા, અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનીષભાઇ ભંડેરી સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:55 pm IST)