Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મનગરમાં ૩૭૪ બોટલ સાથે બે ઝડપાયા

 જામનગર : નાગેશ્વર કોલોની, ઢોલીયાપીરની દરગાહની સામેની શેરીમાં, ગરબી ચોકથી આગળ એન્જલ લેડી કેર બ્યુટી પાર્લર લખેલ બોર્ડ વાળા મકાનમાં અમુક ઇસમોએ ઇગ્લીશ દારૃનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે અને હાલ દારૃની હેરાફેરી કરે છે તેવી હકીકત મળતા (૧) દિલીપભાઇ ભરતભાઇ વાઘેલા અનુ.જાતિ (ઉવ.૨૨) ધંધો. મજુરી રહે. જુના રેલ્વે સ્ટેશન પાસે, ભીમવાસ, શેરી નં.૩, જામનગર (૨) અનીલ ઉર્ફે ટેની ઉર્ફે લાલીયો રાજેશભાઇ માણસુરીયા કોળી (ઉવ.૨૨) ધંધો પ્રો.નોકરી રહે. જુના રેલ્વે સ્ટેશન પાસે ભીમવાસ, શેરી નં.૩, જામનગર વાળાને દારૃની બોટલો નંગ ૩૭૪ કિ. રૃા. ૧,૮૭,૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. મજકુર ઇસમોને સદર દારૃનો જથ્થો મોહસીન ખફી રહે. જામનગર વાળોએ સપ્લાય કરેલ હોય મજકુરને ફરારી જાહેર કરેલ છે. આ કામગીરી પોલીસ ઇન્સ. વાય.જે.વાઘેલા તથા સર્વેલન્સ સ્કોર્ડના પો.સબ. ઇન્સ. ડી.એસ.વાઢેર તથા પો.હેડ કોન્સ. પ્રદ્યુમનસિંહ જાડેજા, મુકેશસિંહ રાણા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઇ પરમાર, યુવરાજસિંહ જાડેજા, વનરાજભાઇ ખવડ, પ્રદિપસિંહ રાણા, સલીમભાઇ મુદ્રાંક, કલ્પેશભાઇ અધારા, વિપુલભાઇ ગઢવી દ્વારા કરવામાં આવેલ છે.

(2:00 pm IST)