Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

રાજ્યવ્યાપી શોકઃ મોરબીમાં બપોરે મૌન રેલી નિકળી...

મોરબી,તા.૨ : મોરબીની દુર્ઘટના ઈતિહાસના પાનાઓમાં કાળા દિવસ તરીકે અંકિત થઈ ચૂકી છે, મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે (૨ નવેમ્બરે) રાજ્યવ્યાપી શોક મનાવાઇ રહ્ના છે. રાજ્ય સરકારે ઍક દિવસ રાજ્યવ્યાપી શોકની જાહેરાત કરી હતી. જેથી આજે દરેક સરકારી ઈમારતો પર અડધી કાઠીઍ રાષ્ટ્રધ્વજ ફરકાવાયો છે.  આજના તમામ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો રદ થયા છે. મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓની આત્માની શાંતિ માટે રાજ્યવ્યાપી શોક મનાવાઇ રહ્ના છે. 
 રાજ્યમાં વિવિધ જગ્યાઍ દિવંગતોની આત્માની શાંતિ માટે  પ્રાર્થના સભા  ઉપરાંત મોરબીમાં બપોરે ૧૨  વાગ્યે મૌન રેલી નીકળી છે.  મોરબીનાં સિરામિક, ઘડિયાળ, પેપરમિલ, પોલીપેક અને ટ્રાન્સપોર્ટ સહિતના ઉદ્યોગોઍ આજે ઍક દિવસ માટે ધંધા રોજગાર બંધ રાખી મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 
 જ્યારે સરકાર રાજ્યવ્યાપી શોક જાહેર કરે છે, ત્યારે તેને રાજકિય શોક કહેવામાં આવે છે. બીજી તરફ, જ્યારે સમગ્ર દેશમાં શોક જાહેર કરવામાં આવે છે, ત્યારે તેને રાષ્ટ્રીય શોક કહેવામાં આવે છે. 
ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયાના નિયમો પ્રમાણે, રાજ્યના શોક દરમિયાન દરેક સરકારી ઈમારતો પર અડધી કાઠીઍ રાષ્ટ્રધ્વજ ફરકાવાશે. કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. વિધાનસભા, સચિવાલય સહિતની મહત્વપૂર્ણ કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીઍ ફરકાવવામાં આવે છે. આ સિવાય રાજ્યમાં કોઈ ઔપચારિક અને સરકારી કાર્યક્રમોનું આયોજન થતું નથી. આ સમયગાળા દરમિયાન મેળાવડા અને સત્તાવાર મનોરંજન પર પણ પ્રતિબંધો છે.

 

(2:01 pm IST)