Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

જામનગર મહાનગરપાલિકા દ્વારા મોરબીમાં કેબલ બ્રિજમાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.2

જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સવારે 11 થી 12 દરમિયાન મોરબી મુકામે તા -30/10/22 ના સાંજના સમયે  કેબલ બ્રીજ (ઝૂલતો પૂલ) તૂટવાની આકસ્મિક  દુર્ઘટનામા  અવસાન  પામેલા  નાગરિકો પ્રત્યે  માનવ સહજ સંવેદનાઓ  વ્યક્ત  કરવા સમગ્ર  ગુજરાત રાજ્યમા  રાજકીય  શોક જાહેર  કરવામા  આવેલ છે અને તે અંતર્ગત  જામનગર મહાનગર પાલિકા દ્વારા  ઉકત  દુર્ઘટનામા  અવસાન  પામેલ  નાગરિકોના દિવંગત  આત્માને શાંતિ  અને સદગતિ  પ્રાપ્ત  થાય  એ  માટે તા-2/11/22 ના રોજ  એમ.પી.શાહ  મ્યુનિસિપલ ટાઉનહોલ  ખાતે તેમજ  જામનગર  શહેર  ના તમામ  વોર્ડ  નં (૧) થી (૧૬) મા આવેલ  સોલીડ વેસ્ટ  શાખાની   વોર્ડ ઓફિસ  ખાતે પણ સવારના  ૧૧ થી ૧૨  દરમિયાન  પ્રાર્થનાસભા  નુ આયોજન  કરવામા આવ્યું હતું આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જામનગરના  મેયર શ્રી બીનાબેન કોઠારી  , માન.સાંસદ શ્રી પુનમબેન માડમ ,  ડેપ્યુટી મેયર શ્રી તપનભાઈ પરમાર,  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા , શાસક પક્ષના નેતા શ્રી કુસુમબેન પંડ્યા દંડક શ્રી કેતનભાઇ  સહિત  તમામ  પદાધિકારીઓ, મ્યુનિ.સભયશ્રીઓ,શહેર પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા શ્રી સહિત  સંગઠનના  મહામંત્રીશ્રી પ્રકાશભાઈ બાંભણિયા, શ્રી મેરામણભાઇ ભાટું, શ્રી વિજયસિંહ જેઠવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ કનખરા, જામનગર મહાનગર પાલિકા ના કમિશનર શ્રી વિજય કુમાર ખરાડી , નાયબ કમિશનર શ્રી ભાવેશભાઈ જાની, આસિ. કમિશનર શ્રી કોમલબેન પટેલ, ઈ.ડી.પી. મેનેજર શ્રી મુકેશભાઈ  વરણવા, શાસન અધિકારી શ્રી ફાલ્ગુનીબેન પટેલ સહિતતમામ  શાખા ના અધિકારીશ્રીઓ,કર્મચારીઓ સહિત  જામનગર  શહેર  ના  નગરજનો બહોળી સંખ્યા  મા ઉપસ્થિત  રહ્યા હતા, અને બે મિનિટ  નુ મૌન  પાળીને  ત્યારબાદ  શ્રદ્ધાસુમન  અર્પણ  કરી  ભાવપૂર્ણ  શ્રદ્ધાંજલિ  આપવામા આવી હતી.

(2:01 pm IST)