Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબી ઝુલતા હેરિટેજ પુલ દુર્ઘટનામાં મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસક્યુ ટીમે સરાહનીય સેવા બજાવી...

મોરબીના ઝુલતા પુલની હોનારત બાદ સમગ્ર ગુજરાત રાજ્યભરમાંથી રેસ્ક્યુ કામગીરી માટે જુદી જુદી એજન્સીઓની મદદ લેવામાં આવી હતી, અને ગુજરાત સ્ટેટ ફાયર પ્રીવેન્શન સવસીસના ડાયરેક્ટરની દેખરેખ હેઠળ મોરબીમાં રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે,

મોરબીના ઝુલતા પુલની રવિવારે બનેલી હોનારત પછી જુદી જુદી રેસક્યુ ટીમની સેવા લેવામાં આવી હતી.

જેમાં કુલ ૨૧ ફાયર ઓફિસરો, અને ૨૦૪ ફાયર કર્મચારીઓ જોડાયા હતા. દુર્ઘટના બાદથી અત્યાર સુધી રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે, જેમાં ૩૦ જેટલી રેસ્ક્યુ બોટની મદદ લેવામાં આવી છે, ઉપરાંત ૧૨ એમ્બ્યુલન્સની મદદ લેવાઈ રહી છે. ઉપરાંત ફાયર ફાઈટર અને રેસ્ક્યુ વેન વગેરે ૧૪ વાહનોને પણ જોડવામાં આવ્યા છે. અને યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. સાથો સાથ નદીમાં ફસાયેલા મૃતદેહોને પણ બહાર કાઢવામાં આવ્યા હતા.

 ૩૦-૧૦-૨૦૨૨, રવિવારના સાંજે સંદેશ પ્રાપ્ત થયો. તરત જ બચાવ કાર્ય માટે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટીમે આધુનિક સાધનો અને ઉપકરણો સાથે વહેલી સવારે બચાવ કાર્ય શરૂ કર્યું. કુદરતી અને માનવસર્જિત આપત્તિનો સામનો કરવાનો આ બચાવ કાર્ય વહેલી સવારે ૧:૦૦ વાગે શરુ કરી દીધું હતું. પરંતુ શરૂઆતના સમયગાળામાં સફળતા મળી નહિ તેમ છતાં, બચાવ કાર્ય ચાલુ જ રાખતાં સવારે ૬:૦૦ વાગે એક યુવાનનો મૃતદેહ મળ્યો અને સ્થાનિક એજન્સીને હેન્ડઓવર કર્યો.  

વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજે આ રેસ્ક્યુ ટીમની સ્થાપના કરી તેનો મુખ્ય હેતુ "આપણો જન્મ કુદરતી આપત્તિમાં સપડાયેલા જીવોને બચાવવા માટે થયો છે." એ હેતુ ફરી સિદ્ધ કરવાનો સમય આવ્યો છે. અને તેઓશ્રીના અનુગામી જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસક્યુ ટીમે સરાહનીય કામગીરી અદા કરી હતી.

(2:12 pm IST)