Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ભગવાનની કૃપા નહિ હોય તેથી જ દુર્ઘટના સર્જાઇ : ઓરેવા કંપનીનું કોર્ટમાં નિવેદન

અમારા ઍમડી જયસુખ પટેલ સારા વ્યકિત છે : ૨૦૦૭માં કામ સારી રીતે પાર પડયું હતું તેથી ફરીથી અમને કામ સોîપવામાં આવ્યું હતું : રેવાના મિડીયા મેનેજર દિપક પારેખનું કોર્ટમાં કંપની વતી વિચીત્ર ખુલાસો

રાજકોટ તા. ૨ : મોરબીમાં રવિવારે સાંજે સર્જાયેલ ઝૂલતા પૂલ દુર્ઘટનામાં રેવા કંપનીના મિડીયા મેનેજર દિપક પારેખે કોર્ટમાં વિચીત્ર નિવેદન આપતા ભારે ચર્ચા જાગી છે. ૩૦ ક્ટોબરે મોરબીમાં થયેલ પુલ અકસ્માત સમગ્ર દેશ માટે ખૂબ જ દુઃખદ ઘટના છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૩૫ લોકોના મોત થયા છે અને નદીમાં હજુ પણ સર્ચ પરેશન ચાલુ છે. આ દરમિયાન બ્રિજનું રિનોવેશન કરનાર કંપનીઍ કોર્ટમાં વિચિત્ર દલીલ કરી છે અને કહ્નાં છે કે ભગવાનની કૃપા નહીં હોય, તેથી આ દુર્ઘટના બની છે.
મોરબી બ્રિજ અકસ્માત અંગે ઓરેવા કંપનીઍ કોર્ટમાં નિવેદન આપ્યું છે, જેણે રિનોવેશન કર્યું હતું. ઓરેવાના મીડિયા મેનેજર દીપક પારેખે કોર્ટમાં કહ્નાં કે અમારા ઍમડી જયસુખ પટેલ સારા વ્યક્તિ છે. ૨૦૦૭માં પ્ર­કાશભાઈને કામ સોંપવામાં આવ્યું, કામ સારી રીતે પાર પડ્યું. તેથી તેને ફરીથી કાર્ય સોંપવામાં આવ્યું. અમે પહેલાં રિપેરિંગ કામ કર્યું હતું. આ વખતે ભગવાનની કૃપા નહીં હોય, કદાચ તેથી જ આ દુર્ઘટના બની છે.
મોરબી બ્રિજ દુર્ઘટના વચ્ચે ઓરેવા ગ્રુપ અને મોરબી કલેકટરની મીટીંગનો પત્ર વાયરલ થયો છે જે અંગે ઓરેવા ગ્રુપે મોરબી કલેક્ટરને બે વર્ષ પહેલા લખ્યો હતો. આ પત્ર કામચલાઉ સમારકામ કરીને પુલ શરૂ કરવા અંગે લખવામાં આવ્યો હતો. આ પત્રમાં રેવા ગ્રૂપે લખ્યું છે કે જા માત્ર રિપેરિંગનું કામ જ કરવાનું હોય તો કંપની રિપેર માટે કોઈપણ ­કારની સામગ્રી કે સામાન મંગાવવાની નથી.
પત્રમાં ઓરેવા ગ્રૂપે લખ્યું છે કે જયાં સુધી કાયમી કરારની સમગ્ર ­ક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી અમે હંગામી પુલ શરૂ કરીશું. આ પ્ર­ક્રિયા પૂર્ણ થયા બાદ જ અમે કાયમી સમારકામ શરૂ કરીશું. અંતમાં પત્રમાં લખ્યું છે કે, સાહેબ અમે કામચલાઉ સમારકામ કરીને કેબલ બ્રિજ શરૂ કરવાના છીઍ, અમને ખાતરી છે કે આ બાબતો ટૂંક સમયમાં ઠીક થઈ જશે. હંગામી સમારકામ બાદ પુલને ફરીથી ખોલી શકાશે.
રેવા કંપનીના પત્ર અને કોર્ટમાં પોલીસના નિવેદન બાદ મોરબી બ્રિજ અકસ્માતમાં ૧૦ મોટી બેદરકારી સામે આવી છે, જેના કારણે ૧૩૫ લોકોઍ જીવ ગુમાવ્યા છે.


ઓરેવા કંપનીના પત્રમાંથી ખુલાસો
૧. નવા કરાર સુધી રિપેરિંગ સામાન ખરીદ્યો નથી
૨. કલેક્ટર પાસે કાયમી કરારની માંગ
૩. ­ક્રિયા પૂર્ણ થયા પછી જ સમારકામ
૪. હાલ પુરતો બ્રિજ હંગામી ધોરણે કાર્યરત રહેશે
૫. કામચલાઉ સમારકામ બાદ પુલને ફરીથી ખોલી શકાશે


પોલીસના નિવેદન પરથી આ બાબતો બહાર આવી છે
૧. કેબલનું કામ યોગ્ય રીતે થયું નથી
૨. ૪ કોન્ટ્રાક્ટરો પાસે ટેકનિકલ ડિગ્રી નથી
૩. કોઈને લાઈફ જેકેટ આપવામાં આવ્યું ન હતું
૪. નબળું સ્થળ જયાં કેબલ તૂટી ગયો
૫. ઓરેવા કંપનીઍ મંજૂરી વગર બ્રિજ શરૂ કર્યો

(2:11 pm IST)