Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

શાપર-વેરાવળ પોલીસે ગુમ થયેલ ત્રણ મહિલાઓને શોધી કાઢી

રાજકોટ તા.ર : શાપર-વેરાવળ પોલીસે છેલ્લા પાંચ દિ'માં ગૂમ થયેલ એક યુવતી અને બે મહિલાને શોધી કાઢી હતી.

અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ તથા જયપાલસિંહ રાઠોડ પોલીસ અધિક્ષક દ્વારા વધુમાં વધુ ગુમસુધા ઇસમોને શોધી કાઢવા સારૃ સુચના કરવામાં આવેલ હોય જે એસ.જે.રાણા પોલી સબ ઇન્સ્પેકટર શાપર (વેરાવળ) પોલીસ સ્ટેશન તથા સ્ટાફ માણસો ગુમસુધા ઇસમોની તપાસમાં હતા તે દરમયાન મળેલ હકિકત આધરે શાપર (વેરાવળ) પો.સ્ટે. વિસ્તારમાં ગુમથાનાર નિરાલીબેન ડો./ઓ. નરેશભાઇ વસ્તાભાઇ પરમાર ત્થા શુરપાલ હરદેવભાઇ વાઘેલા રહે. હાલ અમદાવાદ ઉજાલા સોમ્યા એપાર્ટમેનટ બ્લોક નં. ૩૦પ મુળ વાળીને રાજકોટ જીલ્લામાંથી શોધી કાઢેલ છ.ે તેમજ ગુમથનાર ઉષાબેન ડો./ઓ. રવજીભાઇ રામાભાઇ મારૃ વા./ઓ. ભરતભાઇ અમરશીભાઇ વેગડા રહે. હાલ પારડી શીતળા મંદિર પાછળ રિધ્ધી-સિધ્ધી સોસાયટી તા.લોધીકા જી.રાજકોટ મુળ રહે. પ્લાસવા તા.જી. જુનાગઢ પતી ગામ પાંડવરા તા. મુળી જી. સુરેન્દ્રનગર વાળીને જુનાગઢ જીલ્લામાંથી શોધી કાઢેલ છે. તથા ગુમથાનાર જીજ્ઞાશાબેન વા./ઓ. અશ્વિનભાઇ ભુપતભાઇ પરમાર રહે. હાલ લક્ષ્મણ ટાઉન શીપ પાળ ગામ તા.લોધીકા જિ. રાજકોટ મુળ ગણેશનગર શાંતીધામની બાજુમાં વેરાવળ ગામ તા.કો.સા.જિ. રાજકોટ મુળ વતન દિવાસા તા. માંગરોળ જિ. જુનાગઢમાંથી શોધી કાઢેલ છે.આ કાર્યવાહી શાપર(વેરાવળ) પો.સ્ટે.ના પો.સબ. ઇન્સ એસ.જે. રાણા, પો.હેડ કોન્સ. નરેશભાઇ રોજાસરા, પો.હેડ.કોન્સ વી.સી.જાડેજા, પો.કોન્સ અમરભાઇ ગોલતર વીગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(3:13 pm IST)