Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ઠંડકમાં વધારો : સૌરાષ્ટ્ર - કચ્છમાં પવનના સૂસવાટા

લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતરવા લાગ્યો : જા કે બપોરે ગરમીની અસર

રાજકોટ તા. ૨ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ઠંડકમાં ધીમે-ધીમે વધારો થઇ રહ્ના છે અને પવનના સૂસવાટા ફૂંકાઇ રહ્ના છે. જા કે બપોરના સમયે ગરમીની અસર અનુભવાય છે. 
ગુજરાતમાં ઠંડીનું જાર વધશે. બે જ દિવસમાં ઠંડીનો પારો ૧૫ થી ૧૬ ડિગ્રીઍ ગગડવાની આગાહી કરાઇ છે. આજે સવારે ૧૭.૨ ડિગ્રી સાથે અમદાવાદ ત્રીજા ક્રમે સૌથી ઠંડુ શહેર બન્યું છે. 
જૂનાગઢ 
(વિનુ જાશી) જૂનાગઢ : આજે સવારે જૂનાગઢ સહિત સોરઠમાં ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. છેલ્લા બે દિવસથી શિયાળાની શરૂઆત થયાની અનુભૂતિ થઇ રહી છે. આ દરમિયાન આજે સવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી રહ્નાં હતું અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા રહેતા ગુલાબી ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. 
વહેલી સવારના ઠંડીઍ શરૂઆત કરતા વાતાવરણ ઠંડુગાર થવા લાગ્યું છે. જા કે હજુ બપોરના તાપમાન વધુ રહેતુ હોવાથી ગરમીનો સામનો કરવો પડે છે.

 

(3:38 pm IST)