Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

જામનગર કેન્‍દ્ર વિદ્યાલયમાં ઇનફેન્‍ટ્રી લાઇન્‍સ - રાષ્‍ટ્રિય એકતા પર્વની ઉજવણી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. ૧ : તારીખ ૨૮/૧૦/૨૨ થી ૨૯/૧૦/૨૨ દરમિયાન કેન્‍દ્ર વિદ્યાલય ક્રમાંક ૨  ઈનફેન્‍ટ્રી લાઈન્‍સ જામનગરમાં રાષ્‍ટ્રીય એકતા પર્વ ૨૦૨૨ ની ઉજવણી કરવામાં આવેલી. કાર્યક્રમ હેઠળ કલા ઉત્‍સવ અને એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત વિવિધ સંકુલ સ્‍તરીયા પ્રતિયોગીતાઓનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં કેન્‍દ્ર વિદ્યાલય જામનગર સંકુલ અંતર્ગત આવેલી સાત શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સંગીત - કલા - નળત્‍ય - શિલ્‍પ - ચિત્ર  ને લગતી પ્રતિયોગિતાઓ જેવી કે એકલગાન, સમૂહ ગાન, સમૂહ નળત્‍ય, એકલ નળત્‍ય, એકલ નાટીકા, શાષાીય સંગીત, લોકગીત વગેરેનો સમાવેશ કરવામાં આવેલ. આચાર્ય શ્રી રમેશ પાંડેના ઉત્‍કળષ્ટ માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્‍યો. શાળાના સમસ્‍ત શિક્ષકોએ કાર્યક્રમના સુચારુ સંચાલન માટે વિશિષ્ટ યોગદાન આપેલ હતું

 

(4:04 pm IST)