Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબી ઝુલતો પુલ પડ્યા બાદ અનેક લોકો હજુ પણ ગાયબ : રાહત અને બચાવ કાર્ય ચાર દિવસથી ચાલુ

બચાવ દળ મચ્છુ નદીની અંદર કોઇ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણથી ટ્રેક કરવા માટે તપાસ કરી રહ્યા છે :સોનાર ટેકનિકનો પણ ઉપયોગ

મોરબી: મોરબીમાં 30 ઓક્ટોબરે મચ્છુ નદી પર બનેલા ઝુલતો પુલ પડ્યા બાદ અનેક લોકો હજુ પણ ગાયબ છે. રાહત અને બચાવ અભિયાન ચાર દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે.

ફાયર વિભાગના પ્રમુખે કહ્યુ કે, વધુ લોકો હોઇ શકે છે પણ હજુ સુધી સચોટ આંકડો નથી, તેમમે કહ્યુ કે કેટલાક લોકો કહી રહ્યા છે કે તેમના સબંધી ગાયબ છે. બચાવ દળ મચ્છુ નદીની અંદર કોઇ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણથી ટ્રેક કરવા માટે તપાસ કરી રહ્યા છે અને સોનાર ટેકનિકનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મોરબીનો 150 વર્ષ જૂનો પુલ તેના કેબલના રિપેરિંગ બાદ ફરી ખોલવાના કેટલાક દિવસ પછી તૂટી ગયો હતો, જેમાં ઓછામાં ઓછા 135 લોકોના મોત થયા હતા. બચાવ દળે 170 લોકોને બચાવી લીધા હતા. જોકે, કેટલાક લોકો ઘાયલ થયા હતા. પુલના રિપેરિંગના ઠેકેદાર ઓરેવા ગ્રુપ પર નગરપાલિકા સાથે થયેલી સમજૂતિની શરતોનું પાલન ના કરવાનો આરોપ છે.

 

વાયરલ પત્રને લઇને કલેક્ટરે કહ્યુ કે તેની તપાસ કરાવીશુ અને શોધીશુ કે આ દરમિયાન કોઇ ચર્ચા થઇ હતી કે નહતી થઇ. કલેક્ટર અનુસાર, તેમણે 2 અઠવાડિયા પહેલા જ જોઇન કર્યુ છે, તેમણે પોતાના ગત કલેક્ટરના પ્રદર્શનને સારૂ ગણાવતા કહ્યુ કે તેમની તરફથી કોઇ ગડબડ નથી થઇ અને જ્યા સુધી બ્રિજની પરવાનગી આપવાની વાત છે તો આ પગલુ નગરપાલિકા દ્વારા ભરવામાં આવ્યુ છે.

રેસક્યૂ ઓપરેશન પર પણ ચર્ચા કરવામાં આવી છે. કલેક્ટર અનુસાર 17 લોકોની સારવાર ચાલી રહી છે. 135 લોકોના મોત થયા છે, એક વ્યક્તિ હજુ પણ ગાયબ છે. ગાયબ વ્યક્તિ પંજાબનો છે. મોરબી તંત્ર તેના પરિવારના સભ્યોના સંપર્કમાં છે. અહેવાલ માંગવામાં આવી રહ્યો છે. NDRF, સેના, ફાયર બ્રિગેડ અને અન્ય એજન્સીઓ સહિત 18 નાવ તપાસ અને બચાવ અભિયાનમાં લાગેલી છે.

મોરબી કોર્ટે 4 આરોપીઓને 5 નવેમ્બર, શનિવાર સુધી પોલીસ કસ્ટડીમાં અને અન્ય 5 લોકોને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. મહત્વપૂર્ણ છે કે મોરબી પુલ દૂર્ઘટનામાં પોલીસે 9 લોકોની અટકાયત કરી હતી. આ દૂર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા જ્યારે 100થી વધારે લોકો ઘાયલ થયા હતા.

(6:41 pm IST)