Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ધોરાજીમાં સાંજે સમસ્ત હિંદુ મુસ્લિમ સમાજ દ્વારા મોરબીના દિગવંત આત્માને શાંતિ અર્પવા માટે મૌન રેલી યોજાઈ

મૌન રેલી ધોરાજીના સ્ટેશન રોડ બાપુના બાવલા ચોકથી પ્રારંભ થઈ ત્રણ દરવાજા મહાત્મા ગાંધી ચોક ખાતે પૂર્ણ થયેલ:ત્રણ દરવાજા મહાત્મા ગાંધી ચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી સમસ્ત સમાજ દ્વારા આજે સાંજે  સ્ટેશન રોડ બાપુના બાવલા ચોક ખાતેથી વિશાળ મોન રેલી યોજાઇ હતી
મોરબીમાં જુલતા પુલમાં જે દુર્ઘટના સર્જાય છે તે દુર્ઘટનામાં અસંખ્ય લોકો નું અવસાન થયું છે જે દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખી ધોરાજી સમસ્ત હિંદુ મુસ્લિમ સમાજ દ્વારા એક મૌન રેલી નું આયોજન કરવામાં આવેલું હતું
જે મૌન રેલી ધોરાજીના સ્ટેશન રોડ બાપુના બાવલા ચોકથી  પ્રારંભ થઈ જે ત્રણ દરવાજા મહાત્મા ગાંધી ચોક ખાતે પૂર્ણ થયેલ હતી બાદ ત્રણ દરવાજા મહાત્મા ગાંધી ચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો
 આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ધોરાજી ના હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનો પ્રફુલભાઈ જાની કિશોરભાઈ રાઠોડ લલીતભાઈ વોરા વી ડી પટેલ હરકિશનભાઈ માવાણી દિલીપભાઈ હોતવાણી કાંતિલાલ જગાણી એ.વી બાલધા રાજુભાઈ ડાંગર પૂર્વ નગરપતિ ડી.એલ ભાષા અરવિંદભાઈ વોરા ઉત્પલભાઈ ભટ્ટ રાજુભાઈ બાલધા હુસેનભાઇ વોરા જગદીશભાઈ રાખોલીયા દિનેશભાઇ વોરા દલસુખભાઈ વગડીયા વિજયભાઈ બાબરીયા વિજયભાઈ અંટાળા (ભગવાન) ધીરૂભાઇ કોયાણી વિગેરે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો એ દીગવંત આત્માને પુષ્પ દ્વારા શ્રદ્ધાંજલિ આપેલ હતી

(7:32 pm IST)