Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબી બાર એસોએ મૌન રેલી યોજી : મોરબીના ધારાશાસ્ત્રી એકપણ આરોપીનો કેસ નહિ લડે.

- બાર એસોસીએશનના વકીલો દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું

મોરબી : પુલ તો ગુજરાતના મોરબીમાં હતો પરંતુ તેના તૂટી જવાથી સમગ્ર દેશમાં ચિંતાનું વાતવરણ પેદા થયું છે. દેશના લોકોનું ધ્યાન સરદાર પટેલ જયંતી અને ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર જરૂર ગયું, પરંતુ તેનાથી વધુ સૌનું મન દુ:ખમાં ડૂબી ગયું.મોરબીના ઐતિહાસિક પુલનું રૂ. 2 કરોડના ખર્ચે નવીનીકરણ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ તે ખુલ્યાના પાંચ દિવસ બાદ તૂટી પડ્યો હતો.આ મામલે વડોદરાના એક વકીલ વકીલ ભૌમિક શાહેઆ દુર્ઘટના માટે જવાબદાર અધિકારીઓ, કોન્ટ્રાક્ટર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી થવી જોઇતી હતી. પરંતુ આ કાર્યવાહી ન થતાં અમે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ કરવા વિનંતી કરી છે. તો મોરબીના ધારાશાસ્ત્રીઓ કઈ રીતે પાછા પડે. મોરબી બાર એસોસિએશન દ્વારા સર્વાનુમતે એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. કે આ દુર્ઘટનામાં જવાબદાર ઠરેલા આરોપીઓના કેસ મોરબીના એક પણ ધારાશાસ્ત્રી નહીં લડે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આજે બાર એસોસીએશનના વકીલો દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ મોરબી બાર એસોસીએશનના પ્રમુખ જીતુભા જાડેજાએ મીડિયાને જણાવ્યું હતું કે, મોરબીના તમામ ધારાશાસ્ત્રીઓ દ્વારા  મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટથી નવા પુલ ઉપર થઈ મહેન્દ્ર ડ્રાઈવ રોડ અને ઝૂલતા પુલ સુધી મૌન રેલી યોજવામાં આવી હતી. આ રેલીનો હેતુ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવાનો હતો તેવું તેમણે જણાવ્યું હતું
વધુમાં તેમણે કહ્યું હતું કે, આ ઘટના ખુબ જ નિંદનીય છે અને મોરબી બાર એસોસીએશન તેની કડક શબ્દોમાં ટીકા કરે છે. જેથી બાર એસોસિએશન દ્વારા સર્વાનુમતે એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે કે  આ દુર્ઘટનામાં આરોપીઓના કેસ મોરબીના એક પણ ધારાશાસ્ત્રી નહીં લડે

(8:31 pm IST)