Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

મહુવાની સ્કૂલમાં સરકારી ગાઇડલાઇનનો ઉલાળ્યો કરવાના પ્રશ્ને જવાબદારોને નોટિસ અપાયાની ચર્ચા

ભાવનગર જિલ્લાના  મહુવા ખાતેની એક અંગ્રેજી મીડિયમની સ્કૂકલમાં કોવિડ અંગેની સરકારી  ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરી એક બેન્ચ ઉપર ત્રણથી ચાર બાળકોને બેસાડવા અંગેનો વિડિઓ વાયરલ થયો છે આ અઘટનાના પગલે સ્કૂલના જવાબદારો સામે ખુલાસો માંગતી નોટિસ  અપાયાનું આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળે છે ખુદ શિક્ષણમંત્રીના જિલ્લામાં છડેચોક આ ઘટના સર્જાતા ઈકાલની પત્રકાર પરિષદમાં જીતુભાઇ વાઘાણી પણ ચોકી ઉઠ્યા હતા અને આ ઘટનાની સત્યતા તપાસી કડક પગલાં લેવાના નિર્દેશો અપાયાનું જાણવા મળે છે

(9:52 pm IST)