Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

જૂનાગઢ જિલ્લા રેવન્યુ પ્રિમિયર લીગ -૨૦૨૧ ક્રિકેટ ટુનામેન્ટમાં કેશોદ પ્રાંત કચેરી ચેમ્પિયન

કોવિડ -૧૯ની સતત કામગીરીથી માનસિક શારીરિક તનાવમુકત બનવા ટુર્નામેન્ટ યોજાઇ

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૩:  જુનાગઢ જિલ્લા વહિવટી તંત્ર હેઠળની પ્રાંત કચેરીઓ અને કલેકટર કચેરીનાં કર્મચારીઓની ક્રિકેટ ટીમો વચ્ચે જુનાગઢ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ (વર્ગ-૩) આયોજીત રેવન્યુ પ્રિમયર લીગ-૨૦૨૧ ટુનોમેન્ટમાં કેશોદ પ્રાંત કચેરી ચેમ્પિયન બનતા કેશોદ રેવન્યુ કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાયેલછે .

મહેસૂલ કર્મચારી આયોજીત આ ક્રિકટ ટુનોમેન્ટ જ્ઞાનબાગ, સ્વામિનારાયણ ગુરુકુલ જુનાગઢ ખાતે યોજવામાં આવી હતી. જુનાગઢ જિલ્લા કલેકટર કચેરી,અધિક કલેકટર કચેરી, કેશોદ પ્રાંત કચેરી, વંથલી પ્રાંત કચેરી, મેંદરડા પ્રાંત કચેરી, વિસાવદર પ્રાંત કચેરી, જુનાગઢ પ્રાંત કચેરીની ક્રિકેટ ટીમો વચ્ચે પ્રિમીયર લીગ-૨૦૨૧ ટુનોમેન્ટ યોજાઈ હતી.

કોવીડ-૧૯ની મહામારી વચ્ચે સતત અગીયાર માસથી ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ તરીકે કામગીરી કરનારાં જુનાગઢ જિલ્લા નાં વહીવટી તંત્રના કર્મચારીઓ ગરવા ગિરનારની ગોદમાં ફુલગુલાબી ઠંડીમાં ક્રિકેટ રમીને તનાવમુકત બની શારિરીક માનસિક સ્ફ્રુતિ મેળવી હતી.

આ ટુનોમેન્ટમાં કેશોદ પ્રાંત કચેરી અને મેંદરડા પ્રાંત કચેરી તમામ રાઉન્ડ પુરાં કરી ફાઈનલમાં પહોંચી હતી. બન્ને ટીમો વચ્ચે રસાકસીભર્યા મેચના અંતે છેલ્લી ઓવર અને છેલ્લી વિકેટ બાકી હતી ત્યારે કેશોદ પ્રાંત કચેરી ચેમ્પિયન બની હતી જયારે મેંદરડા પ્રાંત કચેરી રનસેઅપ બનતા બન્ને ટીમો ક્રમશઃ વિજેતા જાહેર થયેલ હતી.

આ ટુનોમેન્ટમાં જુનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, કેશોદ નાયબ કલેકટર સુજ્ઞશ્રી રેખાબા સરવૈયા, મેંદરડા નાયબ કલેકટર સાકરીયા અને ચીટનીશ ટુ કલેકટર ઈનામ વિતરણ સમારોહ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી આ ક્રિકેટ મેચમાં મેન ઓફ ધ મેચ, બેસ્ટ ફિલ્ડર,બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ સીરીઝ ના ખેલાડીઓ અને ભાગ લેનાર તમામ ટીમોને શુભેચ્છા પાઠવી મહાનુભાવોના હસ્તે શિલ્ડ આપવામાં આવ્યા હતા.તથા પ્રિમીયર લીગ-૨૦૨૧ની ચેમ્પિયન ટીમ અને રનર્સ અપ ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

જુનાગઢ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ (વર્ગ-૩)નાં પ્રમુખ આશિષભાઈ બાખલકીયા, એમ. ડી. શુકલ, પ્રતિપાલસિંહ રાયજાદા, કેવિનભાઈ ખત્રી,પી. એ. કહોર, સી.એ. મુનીયા, કિરીટભાઈ સોલંકી, રામભાઈ સોલંકી વિ.એ આ ટુનોમેન્ટને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર હેઠળની પ્રાંત કચેરીઓ વચ્ચે યોજાયેલી ક્રિકેટ પ્રિમીયર લીગ-૨૦૨૧ સ્વ. મનોજભાઈ અને મહેશભાઈ બોદર નાં સ્મરણાર્થે શિલ્ડ ટ્રોફી ના સ્પોન્સર કેશોદના શુભમ મોબાઈલના પ્રોપાઈટર અને માલિક રાજુભાઈ બોદર બન્યા હતા. આ ઉપરાંત જુનાગઢ કલ્પ કન્સ્ટ્રકટર્સ દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો હતો.

(12:28 pm IST)