Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

જસદણ યાર્ડમાં ૫૭૨૦ કવીન્ટલ જણસોના જથ્થાની આવક સહિત રૂ. ૩ કરોડ સાત લાખથી વધુનું ટર્નઓવર

૩૦૦ કવીન્ટલ ઘઉં, ૧૮૦૦ કવીન્ટલ મગફળી અને ૨૮૦૦ કવીન્ટલ બી.ટી. કપાસની આવક

રાજકોટ તા. ૩ : રાજકોટ જિલ્લાના વિવિધ માર્કેટીંગ યાર્ડ ખાતે મગફળી અને કપાસના પાકની આવકને પગલે ખેડૂતોના કતારબંધ વાહનો વિવિધ કૃષિ જણસો વેંચાણ અર્થે આવી રહયા છે.

જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે ઘઉં એન.પી. ટુકડા ૩૦૦ કવીન્ટલ,મગફળી જી-૨૦ ૧૮૦૦ કવીન્ટલ,બી.ટી. કપાસ ૨૮૦૦ કવીન્ટલ સહિત કુલ ૫૭૨૦ કવીન્ટલ વિવિધ જણસોનો જથ્થાની આવક થયેલ છે તથા કુલ રૂપીયા ૩,૦૭,૩૭,૮૧૦નું ટર્નઓવર થયું છે.

જેના વિવિધ જણસના લઘુત્તમ ૨૦ કીલોના રૂ. ૨૦૦ થી મહત્તમ રૂ. ૨૫૦૦ ઉપજયા હોવાનુ જસદણ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી બળવંતભાઇ ચોહલીયાની યાદીમાં જણાવાયું છે.

(11:48 am IST)