Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

દ્વારકામાં માચ્છીમારી ઉદ્યોગ પાયમાલ

ઓખાઃ  તા.૩, પાંચ માસ વહેલી સીઝન બંધ થતા માચ્છીમારી સાથે હજારો પરિવારો બેકાર બન્યા  છે. દેશના અર્થતંત્રનુ ધબકતુ રાખતો અને દેશને કરોડો રૂપીયાનુ વિદેશી હુડીયામણ કમાવી આપતો માચ્છીમારી ઉદ્યોગ લોકડાઉન અને સરકારશ્રીની સાગર ખેડુતો પ્રત્યેના ઓરમાયી નીતી નીયમોને કારણે તથા પેટ્રોલ ડીઝલના રાક્ષશી ભાવ વધારાને કારણે સોરાષ્ટ્ર સાથે દ્વારકાના માચ્છીમારો પાઈમાલ થયા છે.

૧૫મી ઓગષ્ટથી ૧૫ મી મે સુધી ધમધમતો આ માચ્છીમારી ઉધોગ ૧ જાન્યુઆરીથી બંધ કરવાના વારો આવ્યો છે. માચ્છીમારી બોટો ઓખા બંદર પર બંધ કરી રાખી દેવાય છે. અને દરીયા માં રહેલ બોટોને પણ કાઠે લગારવાની કામગીરી પણ શરૂ કરી દેવાય છે. લોકડાઉનને કારણે વિદેશમાં માચ્છલીનો ભાવ પુરતો ન મળતા બોટ માલીકો ખલાસીઓના વેતન ન આપતા ખલાસીઓ બેકાર બન્યા છે. અને માચ્છીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો વેપારી બેકાર બન્યા છે. સરકાર શ્રી એ આ ઉદ્યોગને બચાવવા તુરત રાહત પેકેજ બહાર પાડવા લોક માંગ ઉઠી છે.

(11:49 am IST)