Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

કુરંગા સ્થિત આરએસપીએલ કંપની સાથે ૨.૨૦ લાખની છેતરપીંડી

જામનગરની શ્રીજી શિપીંગ ટ્રાન્સપોર્ટમાંથી ૩૫,૮૪૦ મે.ટન કોલસા ભરેલો ટ્રક બારોબાર વહેંચી કંપનીમાં બોગસ એન્ટ્રીઓ પડાવી ઠગાઇ આચરી

ખંભાળિયા,તા. ૩: દ્વારકા નજીક આવેલા કુરંગા સ્થિત આરએસપીએલ કંપનીની કોલસાની ગાડી બારોબાર વહેચી નાખી કંપની સાથે ૨.૨૦ લાખની છેતરપીંડી કરતા ત્રણ શખ્સો સામે કંપનીના કર્મચારી રવિન્દ્ર હરનારાયણ શાહુએ દ્વારકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યુ છે કે, ગત તા. ૨૩/૧ના જામનગરની શ્રીજી શીપીંગ ટ્રાન્સપોર્ટમાંથી ૩૫,૮૪૦ મેટ્રીક ટન કોલસા કિ. રૂ. ૩૨.૨૦ નો ટ્રક ભરાવીને આરએસપીએલ કંપનીમાં પહોંચાડવાનો હોય પરંતુ ટ્રક માલિક જામનગરના રવિ પાંચા ખાભલા તેનો ડ્રાઇવર કજુરડા ગામનો ગરવા રાયમલ પરમાર તથા દ્વારકાના નારણભા ખેરાજભા કેરએ કાવત્રુ રચી કોલસા ભરેલો ટ્રક બારોબાર વહેંચી નાખી ટપાલ સાથે કોઇ પણ રીતે આરએસપીએલ કંપનીમાં ખાલી ટ્રક સાથે પ્રવેશી મેઇન ગેઇટ અને વેબ્રિજ ઉપર બોગસ એન્ટ્રીઓ પડાવી કોમ્પ્યુટર ઓપરેટર અને સિકયુરીટીની ખોટી સહીઓ કરી કંપનીમાં કોલસા પહોંચાડી દીધા હોવાનું બિલ મંજૂર કરાવી છેતરપીંડી આચરતા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(11:52 am IST)