Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

જામનગરના બ્રાસ ઉદ્યોગને નવુ જોમ મળશેઃ પુનમબેન

જામનગર તા. ૩ : બજેટ આત્મનિર્ભર ભારતની સંકલ્પ સિદ્ધિ કરનારૂ હોવાનું જણાવતા સંસદસભ્ય પુનમબેન માડમે જણાવેલ કે. મહામારી બાદનું આ વર્ષ ર૧-રર નું અંદાજપત્ર રાષ્ટ્રના દરેક તંત્ર અને દરેક ક્ષેત્રની પ્રગતિ માટેનું નવુ સીમાચિહ્ન બની રહેવાની સાથે દેશને વિશ્વીક ટોચ ઉપર લઇ જનારૂ બની રહેશે.

જામનગરની જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગને આ બજેટથી નવુ જોમ મળશે જીએસટી ઓડીટ નાબુદ થતા બંને જિલ્લાના વેપાર ધંધાને મુકત વ્યવહારથી ગતિશીલતા મળશે. એકંદર કેન્દ્ર સરકારનું વર્ષ ર૦ર૧-રરનું આ બજેટ રાષ્ટ્રીનો દરેક આયામોથી વિકાસ થાય દરેક વર્ગને રાહત થાય અને વધુ સુવિધાઓ મળે તેમ જ માળખાકીય વિસ્તાર થાય અને ખેતી-વિજ્ઞાન-શિક્ષણ -રોજગાર-આરોગ્ય, ટેકનોલોજી અને વિવિધ સુવિધાઓના ક્ષેત્રમાં પણ ક્રાંતિકારી અને સુદ્રઢ ભવિષ્ય નિર્માણ થાયે તે રીતેનું અને સમગ્ર પણે રાષ્ટ્રના સર્વાગી વિકાસને આવરી લેતું અને આત્મનિર્ભર ભારત સાથે ન્યુ ઇન્ડિયાને સાકાર કરનાર અને આઝાદી બાદ સુરક્ષીત રાષ્ટ્રની પ્રગતિ થાય તે અંગે સ્વતંત્ર્ય માટે બલિદાન આપનાર સદર સ્મણીય શહીદોના સપનાઓને સાકાર કરનારૂ આ વિવિધ આયામા લક્ષી અને નવા સંશોધન સાથેનું આ સંતુલીત બજેટ તંદુરસ્ત અને આત્મનિર્ભર ભારતના નિર્માણનો ધ્યેય સાકાર કરવાની દિશામાં આ બજેટ રાષ્ટ્રને હજુય વધુ ગરીમામય રીતે વિશ્વીક ક્ષેત્રે ટોચ અપાવનારૂ બની રહેશે તેમ અંતમાં સાસદશ્રી પુનમબેને જણાવ્યું છે.

(11:53 am IST)