Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

જૂનાગઢ સમસ્ત બ્રહ્મયુવા સંગઠન અને બ્રહ્મ પ્રાથમિક શિક્ષણ મંડળ દ્વારા પત્રકાર વિનુભાઇ જોષીનું સન્માન

જૂનાગઢ : ''અકિલા'' દૈનિકના બ્યુરો ચીફ વિનુભાઇ જોષીનો ગઇ કાલે ૫૧મો જન્મ દિવસ હતો. દરમ્યાન તેમની સમાજ સેવાને ધ્યાને લઇ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનની ટીમે વિનુભાઇ જોષીની અકિલા બ્યુરો ઓફિસ ખાતે આવી સરપ્રાઇઝ રીતે કેક કાપી જન્મદિવસની શુભેચ્છાઓ આપી અને સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોષી, કાર્તિક ઠાકર, કમલેશ ભરાડ, જીજ્ઞેશ દવે, ભાવેશ બોરીચાંગર, દેવાંગ વ્યાસ તેમજ શૈલેષભાઇ દવેએ પુષ્પગુચ્છ આપી વિનુભાઇનું સન્માન કર્યું હતુ. તેમજ બ્રહ્મ પ્રાથમિક શિક્ષણ મંડળના શૈલેષભાઇ દવે, દુર્ગેશભાઇ મહેતા, ભગીરથ સાંકળીયા, હિરેન જાની સહીતનાએ ગણપતિ દાદાની મોમેન્ટો આપી સન્માન કર્યું હતુ. જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ-વિનુજોષી તસ્વીરઃ મુકેશ વાઘેલા -જૂનાગઢ)

(12:53 pm IST)