Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

જામનગરમાં ઓવરબ્રિજ ઉપર બે બાઈક ટકરાતા પડી ગયેલ યુવક ઉપર ટ્રક ફરી વળતાઃ આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે મોત : એક ઘાયલ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩: અહીં બાલાજી પાર્કમાં રહેતા અને હાપામાં નોકરી કરતો મહિપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ નામના ૧૯ વર્ષનો યુવાન કે જે રાત્રીના દસેક વાગ્યાના અરસામાં ગુલાબનગર ઓવરબ્રિજ પરથી મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો. જે દરમ્યાાન અન્ય એક બાઈકના ચાલક જયેશ મનસુખભાઈ મકવાણા સાથે અથડાઈ પડતા અકસ્માત સર્જયો હતો અને બંને બાઈક ચાલકો માર્ગ પર પડયા હતા.

જે દરમિયાન એકાએક પાછળથી જી.જે.૧૦ ટી.એકક્ષ–૧૦૬૬ નંબરનો ટ્રક ત્યાં આવી ગયો હતો અને બંને યુવાનો પર ટ્રકના તોતીંગ વ્હીલ ફરી વળતા બંન્ને ગંભીર ઈજા થઈ હતી જેમાં એક બાઈકના ચાલક મહિપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ નામના ૧૯ વર્ષના યુવાનનંુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મૃત્યંુ નિપજયું હતું જયારે જયેશ મકવાણાને બંને પગમાં ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હોવાથી ૧૦૮ નંબરન એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો તેમજ લોકોનું ટોળું પણ એકઠું થયું હતું. ટ્રકચાલક અકસ્માત સર્જીને પલાયન થઈ ગયો હોવાથી પોલીસે ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.

પોલીયોના ટીપા પીવડાવવા બાબતે માર માર્યાની મહિલા સામે રાવ

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં દિક્ષીતાબેન રાણાભાઈ કટારીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ઢીચડા રોડ, યોગેશ્વરધામ, યોગેશ્વર મંદિરની બાજુમાં, રોડ પર જામનગરમાં આરોપી મનીશાબેન પાલાભાઈ ઓડીચર, રે. જામનગરવાળાએ ફરીયાદી દિક્ષીતાબેન નેશનલ હેલ્થ ઈમ્યુનાઈજેકશન પોલીયો ત્રીજા દિવસના હાઉસ ટુ હાઉસ કામગીરી અન્વયે સુપરવાઈઝર તરીકે આ કામના સાહેદો સાથે યોગેશ્વરધામ વિસ્તારમાં પોલીયોના ટીપા પીવડાવવા માટે હતા ત્યારે આરોપી મનીશાબેન એ બાળકને પોલીયોના ટીપા નહી પીવડાવવા બાબતે ફરીયાદી દિક્ષીતાબેન તથા સાથેના સ્ટાફને ભુંડી ગાળો બોલી ફરીયાદી દિક્ષીતાબેન તથા સાહેદને થપાટો/ ઠોસા મારી અને ફરીયાદી દિક્ષીતાબેનને મારી નાખીશ તેવી ધમકી આપી ફરીયાદી દિક્ષીતાબેન તથા સાહેદની કાયદેસરની કાર્યવાહી ફરજમાં રૂકાવટ કરી ગુનો કરેલ છે.

દારૂ સાથે ઝડપાયો

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિજયભાઈ ડાયાભાઈ કારેણા એ ફરીયાદ નોંધાવી છે કે, મામા  સાહેબના મંદિર પાસે, જામનગરમાં આરોપી યુવરાજસિંહ વિક્રમસિંહ જાડેજા ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કંપની શીલબંધ બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

દારૂ સાથે ઝડપાયો

જામનગર : મેઘપર પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિરેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,  આરોપી રામજી નારણભાઈ મકવાણા, રે. પડાણા ગામ વાળો  ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કંપની શીલબંધ બોટલ નંગ–પ, કિંમત રૂ.ર,પ૦૦ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

ગ્રામ પંચાયતાના કામનો વિડીયો ઉતારવા બાબતે બઘડાટી

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં વિનોદભાઈ નાનજીભાઈ વાઘેલા એ ફરીયાદ નોંધાવી છે કે, સમાણા ગામમાં સમાજની વાડી પાસે છેલામાં તથા ફરીયાદી વિનોદભાઈ ઘરે સમાણા ગામે ફરીયાદી વિનોદભાઈના ભાઈ કિશોરભાઈ એ ગ્રામપંચાયતનું કામ ચાલતુ હોય રોડ ઉપર બ્લોક પાથરવાનું કામ ચાલતું હોય તેનો વીડીયો ઉતારેલ હોય અને અરજી કરેલ હોય જેનો ખાર રાખી આરોપી નરેશ રૂડા વાઘેલા, જયેશ રૂડા વાઘેલા એ લાકડાના ધોકાઓ વડે ફરીયાદી વિનોદભાઈને માર મારી ડાબા હાથમાં કોણી નીચે તથા ટચલી આંગળીમાં ફેકચર ઈજા કરી તથા આરોપી મહેન્દ્ર મુળજી વાઘેલા એ ફરીયાદી વિનોદભાઈ તથા સાહેદોને ઢીકાપાટુનો માર મારી તથા આરોપી કમીબેન મહેન્દ્ર વાઘેલા, રાજીબેન સવજીભાઈ વાઘેલા, જયાબેન જયંતીભાઈ વાઘેલા, જયશ્રીબેન નરેશભાઈ વાઘેલા, ભાનુબેન જયેશભાઈ વાઘેલા એ ગેરકાયદેસર મંડળી રચી બળ અને હિંસાનો ઉપયોગ કરી ફરીયાદી વિનોદભાઈ તથા સાહેદોને ઢીકા પાટુનો માર મારી ભુડી ગાળો કાઢી ફરીવાર દેખાસો તો જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

કારમાં દારૂના જથ્થા સાથે ઝડપાયો : ત્રણ ફરાર

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. શિવભદ્રસિંહ મહોબતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ભીમવાસ મેઈન રોડ, ફૌજી પંજાબી ઢાબાની પાછળની ગલીમાં, જામનગરવાળા વિજય ખેંગારભાઈ ચાવડા એ પોતાના કબ્જાની મારૂતી સ્વીફટ ફોરવ્હીલ કાર રજી.નં.જી.જે.–૧ર–જે–ર૮૭૯ માં ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ–૧૭ર, કિંમત રૂ.૮૬,૦૦૦/– તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મારૂતી સ્વીફટ ફોરવ્હીલ કાર કિંમત રૂ.૩,૦૦,૦૦૦/– ગણી કુલ રૂ.૮૬,૦૦૦/– ના મુદામાલ સાથે નીકળતા ઝડપાઈ ગયેલ છે તથા દારૂનો જથ્થો સપ્લાય કરનાર  રોહિત ભરતભાઈ વાઘેલા, હિરેન ચાવડા, અશગર કમોરા સપ્લાય કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રીક્ષા સરખી ચલાવવાનું કહેતા માર માર્યો

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રવિણસિંહ ગગજી જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, અંધાશ્રમ ચેમ્બર કોલોની, મહાદેવના મંદિર સામે, જામનગરમાં ફરીયાદી પ્રવિણસિંહ ના ઘર બહાર આ કામના આરોપી મુકેશ તુલસીદાસ રામાવત એ જેમ ફાવે તેમ રીક્ષા ચલાવી નીકળતા ફરીયાદી પ્રવિણસિંહ એ રીક્ષા ચલાવવાનું કહેતા આરોપી મુકેશ તુલસીદાસ રામાવતએ ઉશ્કેરાઈ જઈને ફરીયાદી પ્રવિણસિંહ ને કહેલ કે હું તો આમ જ ચલાવીશ તેમ કહી ફરીયાદી પ્રવિણસિંહ સાથે બોલાચાલી કરવા લાગેલ હતા તેમજ આરોપી કાજલ મુકેશ તુલસીદાસ એ ગાળો કાઢવાની ના પાડતા આરોપી મુકેશ તુલસીદાસ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી પ્રવિણસિંહ ને કપાળના વચેના ભાગે લોખંડના પાઈપનો ઘા મારતા ઈજા થતા ટાંકા આવેલ હોય તથા આરોપી મુકેશ તુલસીદાસ રામાવત, કાજલ મુકેશ તુલસીદાસ એ એકસંપ કરીને ફરીયાદી પ્રવિણસિંહ ના પત્નીને ડાબા હાથમાં મુંઢ ઈજા કરેલ હોય અને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

(1:01 pm IST)