Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

જામનગરમાં બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃતિ કરાશે

જામનગર, તા.૧: રાજકોટના બોલબાલા ચેરી. ટ્રસ્ટ દ્વારા જામનગર જિલ્લામાં સેવાકીય પ્રવૃતિ કસ્વા માટે નવી શાખાનો પ્રારંભ કસ્વામાં આવ્યો છે. હું હૃદયપૂર્વક હનુમાનજીને પ્રાર્થના કરૂ છું કે આ ટ્રસ્ટ સેવાકીય મોટા પાયે પ્રવૃતિ કરે છે અને તેમની પાસે કોઇ અપેક્ષા છે. બોલબાલા ટ્રસ્ટ લોકોને આપવાવાળુ ટ્રસ્ટ છે તેમ જોડીયા આશ્રમનાં કુનડીયા હનુમાન મંદિરના મહંત અવધેશદાસજી બાપુએ આશીર્વચન આપતા જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં સમાજમાં બ્રાહ્મણો લેવાવાળા છે તે આજે કહેવત રહી નથી, આ સમાજ સેવા કરવાવાળો છે અને બોલભાલા ટ્રસ્ટ તો લોકોને આપવાવાળુ ટ્રસ્ટ છે, તેઓ સેવા કરે છે તેની પાછળ કોઈ અપેક્ષા નથી, સમાજમાં વાતો કરવી સહેલી છે પરંતુ સેવા કરવી અઘરી છે જામનગરમાં આ ટ્રસ્ટ દ્વારા વધુને વધુ સેવાકીય પ્રવૃતિ થાય તેવી શુભેચ્છા.

બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે જામનગરમાં અમે હવે બ્રાન્ચ શરૂ કરી રહ્યા છે. કોરોનાના ૭ર દિવસના સમયમાં ૨૦ લાખ લોકોને  ભોજન આપ્યું છે હું પણ કોરોનામાં આવ્યો હતો અને હવે ડબલ જોશથી કામ કરી રહ્યો છું. ૧૯૯૧માં ૫૧ રૂપિયામાં આ ટ્રસ્ટ શરુ કર્યું હતું. અત્યારે દરરોજ  ૨૦૦૦ લોકો જમે છે ૩ર વાહનોમાં અમે અલગ અલગ વિસ્તારોમાં ભોજન પહોંચાડે છે. માત્ર બ-બે રૂપિયામાં બપોરે અને સાંજે જમવાનું, અને રૂ.રમાં રહેવાનું આપીએ છીએ.

જામનગરમાં આગામી દિવસોમાં મેડીકલ સાધનોથી અમે શરૂઆત કરીશું સાધનો લઈ જાવ અને આશીર્વાદ દઈ જાઓ તેવું સુત્ર અમારૂ છે. જામનગરમાં જોશ અને હોશ છે ત્યારે આગામી તા.૨૨, ૨૩નાં રોજ આત્મનિર્ભર કેમ્પ લઇને આવીશું જેમાં વીનામુલ્યે બ્યુટીપાર્લરનો કોર્ષ પણ કરાવીશું. આ કાર્યક્રમમાં જામનગરના બોલબાલા ટ્રસ્ટના ચેતનભાઈ ઉપાધ્યાય અને નરેદ્રભાઈ ઉપાધ્યાયનું  તેમજ બોલભાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાયનું સન્માન કરવામાં આવ્યુ હતું.

કાર્યક્રમમાં મહેમાનોમાં હસમુખભાઈ હિંડોચા, લાખાભાઈ કેશવાલા, આજકાલના સીનીયર પત્રકાર હિરેન ત્રિવેદી, દિવ્યેશભાઈ અકબરી, પરશુરામભાઈ ત્રિવેદી, તથા અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતાં.

બોલભાલા ટ્રસ્ટની પ્રવૃતિમાં ભૂખ્યાને ભોજન, હરતુ ફરતુ અન્નક્ષેત્ર, રોટીબેંક, જનસેવા રથ, એમ્બયૂલન્સ સેવા, શૈક્ષણિક પ્રવૃતિ સહિતની અનેક સેવાઓ ધીરે ધીરે જામનગરમાં પણ શરૂ થશે. આ ટ્રસ્ટનું કાયલિય રણજીતનગર, જુનો હુડકો, ઘર નં.૯૮૫/૯૮૬ ખાતે રાખવામાં આવેલ છે.

આ કાર્યક્રમ્રમાં વિકલ્પ ઉપાધ્યાય, ધૈર્ય ઉપાધ્યાય, પાર્થ ઉપાધ્યાય, તેમજ સંગીતમાં આશિષ જોશી, સહિતનાં અગ્રણીઓ હાજર રહ્યા હતા. આણદાબાવા સેવા સંસ્થાના મહંત પૂ. દેવપ્રસાદજી મહારાજ, લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ સહિતનાં અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી હતી.

(1:00 pm IST)