Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

અહંકારને ત્‍યાગીને નિરંકારને હૃદયમાં વસાવીએઃ સુદીક્ષાજી મહારાજ

મહારાષ્‍ટ્રમાં વાર્ષિક નિરંકારી સંત સંમેલનમાં મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૩ :.. અહંકાર ને ત્‍યાગી નિરંકાર ને હૃદયમાં વસાવીને વાસ્‍તવિક જીવન જીવી જઇએ. આ વિચારો નિરંકારી સદ્‌્‌ગુરૂ માતા સુદીક્ષાજી મહારાજએ મહારાષ્‍ટ્રના પ૬માં વાર્ષિક નિરંકારી સંત સમાગમમાં દેશ- વિદેશથી આવેલા લાખોના વિશાળ માનવ પરિવાર ને સંબોધિત કર્યા હતાં.

જામનગરનાં સંયોજક મનહરલાલ રાજયપાલજીએ જણાવ્‍યું કે, જામનગર સહિત ગુજરાતનાં હજારો ભકતોએ ઔરંગાબાદમાં સદ્‌્‌ગુરૂ માતા સુદીક્ષજી મહારાજનાં આર્શીવાદનો લાભ પ્રાપ્ત કર્યા.

સદ્‌્‌ગુરૂ માતાજીએ વધુમાં કહયું કે, જેમ પાણીનું એક ટીપું સાગરમાં ભળી જાય છે તો સાગર જ કહેવાય છે તે જ રીતે મનુષ્‍ય જયારે પોતાની મિથ્‍યા ‘મેં' ની અલગ ઓળખાણને છોડીને શાશ્વત ઇશ્વર ‘તું માં વિલિન થઇ જાય છે ત્‍યારે તેને ઇશ્વર સ્‍વરૂપ હોવાની ઉત્તમ પ્રતિષ્‍ઠા સહજમાં જ મળી જાય છે.'

મહારાષ્‍ટ્રના મુખ્‍ય પ્રધાન એકનાથ શિંદેજીએ કહયું કે આ મિશન માનવતાના કલ્‍યાણ માટે કોવિંડ દરમિયાન અને પુર જેવી આફતો તેમજ સ્‍વચ્‍છતા અભિયાનની પ્રશંસા કરી હતી.

(12:50 pm IST)