Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

જેતપુર પાલિકા દ્વારા પીઓએસ મશીનથી ડોર ટુ ડોર ટેક્ષ કલેક્‍શન

 જેતપુર તા. ૩ : નગરપાલિકામાં વેરા ભરપાઈ કરવા માટે લોકો ને વધુ એક આધુનિક વ્‍યવસ્‍થા આપવા પાલિકા તથા કોટક મહિન્‍દ્રા બેન્‍કના સંયુક્‍ત ઉપક્રમે પ્રાદેશિક કમિશનર  નગરપાલિકા ધીમંત કુમાર વ્‍યાસના અધ્‍યક્ષ સ્‍થાને કોટક બેન્‍કના  રીજીયોન મેનેજર નીરવ ની ઉપસ્‍થિતિમાં  ટેક્ષ અને અન્‍ય વેરાઓ લોકોને ભરપાઈ કરવા નગરપાલિકા કચેરી ખાતે જવું ન પડે તે માટે પી ઓ એસ મસીન દ્વારા ડોર ટુ ડોર વેરા સ્‍વીકારવાની સુવિધાનો પ્રારંભ નગર પાલિકા ખાતે આયોજિત કાર્યક્રમ માં કરવામાં આવ્‍યો હતો.

 નગરપાલિકાના ૧૧-વોર્ડમાં ૧૧- પી.ઓ.એસ .મશીનથી  ઘરે ઘરે જઈ ને નગર પાલિકાના કર્મચારી ટેક્ષ  સ્‍વીકાર કરશે તેવી આધુનિક નવી વ્‍યવસ્‍થા શહેરની જનતાને આપવામાં આવી છે.

કર્મચારીઓ હવે  લોકોના ઘરે દુકાને અથવા વ્‍યવસાયના સ્‍થળ પર જઈ ટેક્ષ (વેરો) સ્‍વીકારશે આ સુવિધાથી ટેક્‍સ ભરવામા લોકો ના સમય નો બચાવ થશે અને તેને આ આધુનિક સુવિધા થી ઘરે બેઠા ટેક્ષ વેરો ભરી પહોંચ મેળવી શકશે.

આ પ્રસંગે ધીમંતકુમાર વ્‍યાસ એ જણાવ્‍યું હતું કે આ સુવિધાથી ટેક્‍સ ભરવા લોકોએ ટેક્‍સની બારી પર લાઈનમાં ઊભા રહેવું નહીં પડે અને ઓનલાઈન પોર્ટલના સર્વર બાબતે મુશ્‍કેલી માંથી પણ મુક્‍તિ મળશે અને ત્‍વરિત ટેક્‍સ ભરપાઈ કરી શકશે.

વધુમાં જણાવ્‍યું હતું કે ભવિષ્‍યમાં  લોકો નું જીવન ધોરણ મુશ્‍કેલી રહિત બને તે માટે આધુનિક સુવિધાઓ જેવી કે સીટી બસ સેવા ,મોડેલ ફાયર સ્‍ટેશન ,મલ્‍ટીપલ હોલ ,જેવી અત્‍યંત આધુનિક સુવિધાઓ જેતપુર નવાગઢ નગરપાલિકા વિસ્‍તારના લોકોને આપવામાં આવશે તે અંગેના આયોજનો થઈ રહ્યા છે.

આ પ્રસંગે ચીફ ઓફિસર અશ્વિન ગઢવી,  દીપક  પટોડીયા, કોટક મહિન્‍દ્રાના રૂપેશ જોષી,  પળથ્‍વીસિંહ (પી ઓ એસ ટીમ )તેમજ નગરપાલિકાના કારોબારી ચેરમેન જયસુખભાઈ ગુજરાતી સહિત  અગ્રણી મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:30 pm IST)