Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

મોરબી : ટ્રકમાં ચોરખાનું બનાવી ઈંગ્લીશ દારૂ-બીયર છુપાવી લઇ જતો રાજસ્થાની શખ્શ ઝડપાયો.

પોલીસે ટ્રક અને દારૂ સહીત ૧૦.૩૧ લાખનો મુદામાલ જપ્ત

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન રોડ પર ટ્રક ટ્રેઇલરમાં છુપાવી રાખેલ ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો ઝડપી લઈને પોલીસે ટ્રક અને દારૂ સહીત ૧૦.૩૧ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટ્રેલર આરજે ૧૯ જીઈ ૬૦૪૫ નો ચાલક પોતાના ટ્રેલરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી બેલા (રંગપર) થી ખોખરા હનુમાન રોડ તરફ જવાનો હોવાની બાતમી મળતા મોરબી તાલુકા પોલીસ ટીમે બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન રોડ પર વોચ ગોઠવી હતી જેમાં ટ્રક ટ્રેલર પસાર થતા આંતરીને તલાશી લીધી હતી જેમાં ટ્રકમાં છુપાવી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૪૮ કીમત રૂ ૨૮,૮૦૦ બીયર નંગ ૨૪ કીમત રૂ ૨૪૦૦ મળી આવતા પોલીસે દારૂ-બીયર અને ટ્રક આરજે જીઈ ૬૦૪૫ કીમત રૂ ૧૦ લાખ મળીને કુલ રૂ ૧૦,૩૧,૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો અને ટ્રક ચાલક હેમારામ હનુમાનરામ ગોદારા (ઉ.વ.૨૨) (રહે બાડમેર રાજસ્થાન વાળા)ને ઝડપી લીધો હતો
  આ કામગીરીમાં મોરબી તાલુકા પીઆઈ કે એ વાળા, જયદેવસિંહ ઝાલા, અજીતસિંહ પરમાર, દિનેશભાઈ બાવળિયા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઈ લોખીલ, રમેશભાઈ મુંધવા, જયદીપભાઈ પટેલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દેવશીભાઈ મોરી અને ઋતુરાજસિંહ જાડેજા સહિતની ટીમ જોડાયેલ હતી.

(12:41 am IST)