Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

ગુજરાત બોર્ડના પરીક્ષાર્થીઓના પરીક્ષાલક્ષી પ્રશ્નો અને મૂંઝવણ દૂર કરવા માટે અમરેલી જિલ્લામાં શિક્ષકઓની ટીમ તૈયાર કરાઈ

જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ

અમરેલી: આગામી તા.૧૪મી માર્ચથી યોજાનારી ધો. ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી પ્રશ્નોનું માર્ગદર્શન મળી રહે અને તેમની પરીક્ષાલક્ષી મૂંઝવણો દૂર થાય તેવા હેતુથી અમરેલી જિલ્લામાં શિક્ષકઓની ટીમ તૈયાર કરવામાં આવી છે. અમરેલી જિલ્લા કલેક્ટરરીના અધ્યક્ષ સ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠકમાં આ અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર દ્વારા સંબંધિત અધિકારીઓને પરીક્ષા દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ, વાહન વ્યવહારની વ્યવસ્થા, વીજ પુરવઠાનું સાતત્ય જળવાઈ રહે તે સહિતના પ્રશ્નોની ચર્ચા કરી જરુરી સૂચનાઓ આપવામાં આવી હતી.

  જિલ્લાના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલા શિક્ષકોની ટીમ, આ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. જેમાં સરકારી માધ્યમિક શાળા, શાખપુર લાઠીના શિક્ષક પી.યુ.તેરૈયા ૯૪૨૭૪ ૧૨૪૮૭, સુ.સા.હાઈસ્કુલ વડિયાના શિક્ષક કિરીટભાઈ જોટવા ૯૮૯૮૪ ૬૭૯૯૯, પારેખ અને મહેતા હાઈસ્કુલ જાફરબાદના શિક્ષક વી.બી. અગ્રાવત ૯૪૨૬૯ ૮૫૭૩૫, સનરાઈઝ હાઈસ્કુલ સાવરકુંડલાના શિક્ષક સોનલબેન મશરુ ૯૪૨૯૨ ૫૭૨૬૮, જી.એન. દામાણી હાઈસ્કુલ ધારીના શિક્ષક પી. ડી. પટાટ ૯૮૨૫૭  ૩૬૫૫૦, જનતા વિદ્યાલય તાતણીયા, તા. ખાંભાના શિક્ષક ધર્મેન્દ્રભાઈ કનાળા ૯૯૯૮૩ ૨૦૦૪૫, અમૃતબા વિદ્યાલય લીલીયાના શિક્ષક હસમુખભાઈ કરડ ૯૪૨૮૮ ૩૬૮૩૬, સરકારી માધ્યમિક શાળા દેવકા તા.રાજુલાના શિક્ષક અનિલભાઈ પરમાર ૭૫૬૭૦ ૩૧૩૩૩, એલ.કે. બાબરીયા હાઈસ્કુલ હામાપુર, તા. બગસરાના વિપુલભાઈ ભટ્ટ ૯૪૨૭૭ ૪૨૨૭૧, સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા કડિયાળીના શિક્ષક અલ્પેશભાઈ હિરપરા ૯૨૬૫૧ ૯૯૦૮૯, મોડલ સ્કુલ રાજુલાના શિક્ષક આર.એમ. મકવાણા ૮૧૪૦૨ ૦૫૩૦૦, મેઘાણી હાઈસ્કુલ બગસરાના શિક્ષક સચિનભાઈ પંડ્યા ૯૪૨૬૫ ૫૩૫૯૧, ચિત્તલ હાઈસ્કુલના શિક્ષક જયેશભાઈ ગોંડલિયા ૯૮૨૫૭ ૫૯૩૬૯નો સમાવેશ કરવામાં આવ્યો છે.

 આ ઉપરાંત ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઈન  ૧૮૦૦૨૩૩૫૫૦૦ શરુ કરવામાં આવી છે, જેમાં સવારે ૧૦.૦૦થી સાંજે ૬.૩૦ વાગ્યા સુધી આગામી તા.૧૪ માર્ચથી તા.૨૯ માર્ચ, ૨૩ સુધી સંપર્ક કરી શકાશે. જિલ્લા પરીક્ષા સમિતિની બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, નાયબ પોલીસ અધિક્ષક, પીજીવીસીએલના ઈજનેર, આર.ટી.ઓ ઈન્સપેક્ટર, એસ.ટી.ના ડેપો મેનેજર અને ઝોન અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(12:47 am IST)