Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

ગોંડલ વિજય નગરમાં રસોઈ બનાવતી વેળાએ ગેસ સિલિન્ડરમાં આગ લાગી, ઘરવખરી બળીને ખાખ:

ગોંડલ વોરા કોટડા રોડ પર આવેલ  વિજય નગરમાં રહેણાંક મકાનમાં રસોઈ બનાવતી વેળાએ ગેસ સિલિન્ડર માં આગ લાગવાની ઘટના સામે આવી હતી આગને લઈને ઘરવખરી બળીને ખાખ થવા પામી હતી ફાયર અને GEB ટીમ ઘટના સ્થળે પોહચી હતી.

  પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ વોરકોટડા રોડ પર આવેલ વિજયનગર વિસ્તારમાં રહેતા જયદીપભાઈ રમેશભાઈ પરમારના મકાનમાં જયદીપના માતા રસોઈ બનાવતા સમયે એક ગેસ સિલિન્ડર પૂરો થતાં અન્ય ગેસ સિલિન્ડર બદલાવતી સમયે અચાનક આગ લાગી હતી જેમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં ઘરમાં રહેલી ઘરવખરી બળીને ખાખ થવા પામી હતી આગ ના બનાવ ને લઈને લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા આગ લાગવાની જાણ ગોંડલ ફાયર અને PGVCL તંત્રને થતા તુરંત ઘટના સ્થળે પોહચી હતી અને ફાયર જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો અને તેમજ ઘરમાં રહેલ ગેસ સિલિન્ડર ને બહાર કાઢવામાં આવ્યા હતા આગના બનાવને લઈને મોટી દુર્ઘટના સહેજ માં ટળી હતી

(1:03 am IST)