Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

ધારીના જીવનમુકતેશ્‍વર મહાદેવ આશ્રમની સેવાકીય પ્રર્વત્તિઓ

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી તા. ૩ : અમરેલી જિલ્લાના ધારી મુકામે નવાપરા પાસે શેત્રુંજી નદીને કાંઠે સુપ્રસિદ્ધ યાત્રાસ્‍થળ, દર્શનીય પાર્વતીપરમેશ્વરધામ શ્રીજીવનમુક્‍તેશ્વર મહાદેવ આશ્રમ દ્વારા છેલ્લા ૪૦ વર્ષોથી ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક અને આરોગ્‍યની વિવિધ સેવાકીય પ્રવળત્તિઓનુ સંચાલન થાયછે. આ આશ્રમના વિશાળ સંકુલમા મહાશિવરાત્રી, રામનવમી, હનુમાન જયંતિ, જન્‍માષ્ટમી, દિપાવલિ, અન્નકૂટ મહોત્‍સવ, જલારામ જયંતિ,પાટોત્‍સવ વગેરે ઉત્‍સવો-તહેવારોની ભાવપૂર્વક ઉજવણી થાયછે. જરૂરિયાતમંદ પરિવારોને અનાજ અને કપડાવિતરણ, જ્ઞાનયજ્ઞ, રાહતદરે નોટબુક વિતરણ, વળક્ષારોપણ, પર્યાવરણ સંરક્ષણ, વ્‍યસનમુક્‍તિ અભિયાન,નિઃશુલ્‍ક નિદાન-સારવારના મેડિકલ કેમ્‍પ, બ્રહ્મભોજન, જલારામબાપાને થાળ, તિથિભોજન, નવચંડી હવન, સદ્દગત સ્‍વજનોની ઉત્તરક્રિયા વગેરે સેવાપ્રવળત્તિઓનુ આયોજન થાયછે. દર શનિવારે સાંજે હનુમાન ચાલિસાના સમૂહપાઠ થાયછે. દર માસની સુદ પૂનમે (શુક્‍લ પૂર્ણિમાએ) વ્રતની પૂનમ ભરવાનું તથા સત્‍યનારાયણની કથાનુ આયોજન થાય છે. નદીકાંઠે બાલવાટિકા, ઉદ્યાનને કારણે લોકપ્રિય પ્રવાસન સ્‍થળ બનેલા આ આશ્રમમા દર રવિવારે મોટી સંખ્‍યામાં ભાવિકો પ્રાકળતિક સૌંદર્યથી ભરપૂર લીલી હરિયાળીના રમણીય વાતાવરણમાં પૂજા આરતી દર્શનનો લાભ લે છે. જન્‍માષ્ટમીએ આ આશ્રમના આંગણમાં ભવ્‍ય લોકમેળાનું આયોજન થાય છે. જ્ઞાતિઓના તોહમિલન,ભાગવત કથા,રામકથા, સંતો-વિદ્વાનોના વ્‍યાખ્‍યાન, સંસ્‍થાઓના સમ્‍મેલન, સેમિનાર, યોગશિબિર, આધ્‍યાત્‍મિક શિબિર માટે આ આશ્રમનું સંકુલ ઊપયોગમાં આપવામાં આવ ેછે. ૫૦૦ વર્ષો પૌરાણિક શિવલિંગની સાથે પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન શિવપાર્વતીના સજોડે મુર્તિમંત સ્‍વરૂપના દર્શન થતા હોય તેવુ ગુજરાતનું આ અજોડ શિવમંદિરછે. ઉપરાંત રામ જલારામમંદિર, કષ્ટભંજન હનુમાનજી, અંબાજી, રાંદલ માતાજી, લક્ષ્મીનારાયણ, ગુરુ દત્તાત્રેય, વિશ્વકર્માજી, સ્‍વ.ડૉ.હર્ષદભાઇ પંડિત દ્વારા એક્‍ જ વ્‍યક્‍તિની સ્‍વબચતમાંથી ભારતમાતાનુ મંદિરનુ નિર્માણ થયુ હોય તેવુ ગુજરાતનું અજોડ મંદિર.ગાયત્રી માતા વગેરેના નિજમંદિરોછે, શ્રીગિરધરબાપા ભટ્ટજી તથા બ્રહ્મલીન ભાગવતાચાર્ય શ્રીમનહરલાલજી મહારાજના આજીવન તપના પ્રભાવથી સિદ્ધ આ પાવન જગ્‍યામા ભાવિકો અનેરી શાતા મેળવેછે. શહેરની ભીડ, ઘોંઘાટ, કોલાહલ, પ્રદૂષણથી મુક્‍ત.,૨૦૦ વળક્ષોથી આચ્‍છાદિત શાંત, રમણીય, નૈસર્ગિક ઋષિકુલના વાતાવરણમાં પવિત્ર દિવ્‍ય દેવસ્‍થાનમાં અપાર શાંતિની અનુભૂતિ માટે સહપરિવાર મુલાકાત લેવા તથા આશ્રમની સેવા પ્રવળત્તિઓમા સહભાગી થવા સર્વે ભાવિકોને જીવનમુક્‍તેશ્વર મહાદેવ આશ્રમના સેવક ડૉ.કળષ્‍ણકુમાર શાષાીએ હાર્દિક અનુરોધ કરેલ છે.

(11:44 am IST)