Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

આટકોટની જૂના પીપળીયા પ્રા. શાળામાંં વિજ્ઞાન દિવસ ઉજવાયો

   આટકોટ : રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસૅ નિમિત્તે શ્રી જુનાપીપળીયા તા.શાળામાં વિજ્ઞાન ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ધોરણ ૫ થી ૮ ના ૮૫ બાળકોઍ ભાગ લીધો હતો.આ ક્વિઝમાં પ્રથમ નંબરે રામાણી ધર્મજ,દ્વિતીય નંબરે કાછડીયા ફોરમ,તૃતીય નંબરે વાસાણી પ્રિયંક અને પણસાળા ધૃવિન વિજેતા થયા અને તે દરેકને સર્ટિફિકેટ અને ઈનામ લોકવિજ્ઞાન કેન્દ્રમાંથી પધારેલ મિનેષભાઈ, તા.પ્રા.શિક્ષણાધિકારી વંન્દ્રાસાહેબના હસ્તે આપવામાં આવ્યાં.તેમજ ભાગ લિધેલ તમામને પુસ્તક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.સાહયક ઇનામ તેમજ  પ્રમાણપત્ર ઍનાયત કરવામાં આવ્યા હતા. (તસ્વીર-અહેવાલ ઃ કરશનભાઇ બામટા, આટકોટ)(૨૪.૪)

(12:37 pm IST)