Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

પોરબંદરમાં કીડીઓ માટે પ૦૧ નારિયલોમાં ખાંડ અને ઘઉંનો લોટ સહિત ૧૦ સામગ્રી ભરીને જીવદયાની કામગીરી

પોરબંદર તા.૩ : કીડીઓ માટે સમય ગ્રુપના સેવાભાવીઓ દ્વારા પ૦૧ નારિયલોમાં ખાંડ ઘઉંનો લોટ સહિત ૧૦ સામગ્રી ભરીને આવા નારિયલોને જંગલમાં મુકવાની જીવદયાની કામગીરી થઇ રહી છે.

સમય ગ્રુપ દ્વારા સેવાના અવિરત કાર્યક્રમ હેઠળ કીડી માટે નારીયલની અંદર હોલ પાડી૧૦ જાતની સામગ્રી ભરી અનોખો સેવાયજ્ઞ યોજાયો જેમાં ઘઉંનો લોટ ૪પ કિલો, ચોખાનો લોટ ૮ કિલો, તલ ૭ કિલો, રવો ૮ કિલો, ખાંડ પાવડર ર૦ ,લિો, તેલ ૭ કિલો, ગંગાજળ બે લીટર, બિસ્‍કીટ પ૦ પેકેટ, તુલસીપાન ૪૦ નંગ વગેરે મિકસ કરી નારીયેળની અંદર ભરી અલગ અલગ જંગલ વિસતારમાં આ નાળિયેર મુકવામાં આવે છે.

આ એક નારીયલની કીડીને છ મહિના ચાલે છે. આવુ ભગીરથ કાર્ય સમય ગ્રુપ દ્વારા પોરબંદરના જાણીતા સેવાભાવી ચંદુભાઇ સોઢાના માર્ગદર્શન હેઠળ પ૦૧ નારીયલ તૈયાર કરવામાં આવ્‍યા હતા અને વર્ષો જુનુ દુધેશ્વર મંદિર આવેલું છે. ત્‍યાં જંગલ વિસ્‍તારમાં આવે છે. 

(12:49 pm IST)